જામનગર મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફિસર રજા ઉપર ઉતરી ગયા છે, જેમનો ચાર્જ અન્ય કોઈ અધિકારીને આપવાની બદલે ડ્રાઈવરને આપી દેવામાં આવ્યો છે.
જામનગરમાં ચીફ ફાયર ઓફિસર રજા પર જતા ડ્રાઈવરને ચાર્જ સોંપતા વિવાદ વકર્યો
જામનગરઃ ચીફ ફાયર ઓફિસર રજા પર ઉતરતા ડેપ્યુટી કમિશ્નરે ડ્રાઈવરને ચાર્જ આપતા વિવાદ સર્જાયો છે.
hd
આ મુદ્દાને લઈ ભારે ચર્ચા જાગી છે. આ હાસ્યાસ્પદ ઘટનાને પગલે વિરોધ પક્ષે પણ શાસક પક્ષને આડે હાથ લીધો છે. જામનગર મહાનગરપાલિકામાં ચીફ ઓફિસર બીશ્રનોય બિમાર હોવાના કારણે રજા પર ઉતર્યા છે. ડ્રાઈવરને ચાર્જ સોંપાતા તેણે પોતાની જ સહી વાળી 200 જેટલી નોટીસો ચાર જ દિવસમાં ઈસ્યુ કરી દીધી છે. આ મુદ્દો હાલ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.