જામનગર ભાજપ કાર્યાલયમાં બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે બંધારણનું કરાયું પૂજન - constitution day celebrations in jamnagar
જામનગર: શહેર ભાજપ કાર્યાલય ખાતે બંધારણ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બંધારણનું પૂજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શહેર ભાજપના કાર્યકર્તાઓ તેમજ પૂર્વ પ્રધાન વસુબેન ત્રિવેદી, માજી ધારાસભ્ય લાલજી સોલંકી, શહેર પ્રમુખ હસમુખ હિંડોચા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. નાના કાર્યકર્તાથી લઈને મોટા નેતાઓએ પણ શહેર કાર્યાલય ખાતે બંધારણનું પૂજન કર્યું હતું.

દેશભરમાં આજે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. બંધારણ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સદનમાં ભાષણ આપ્યું હતું. જામનગરમાં પણ ઠેરઠેર બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે બંધારણ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બંધારણનું પૂજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, વિમલભાઈ કગથરા, ધર્મરાજસિંહ જાડેજા, પ્રકાશભાઈ બામણિયા, પૂર્વ પ્રધાન વસુબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, મેયર હસમુખભાઈ જેઠવા ઉપસ્થિત રહ્યાં હતાં.
TAGGED:
latest gujarat news