- કોંગ્રેસે બજેટમાં સુધારા અંગે સૂચન કરતું આવેદનપત્ર આપ્યું
- કોંગ્રેસે મેયરની ખુરશીને આપ્યું આવેદનપત્ર
- લાલપુર બાયપાસ ચોકડીએ ઓવરબ્રિજની માંગણી
જામનગર :મહાનગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા રજૂ થવાવાળા બજેટમાં બે સૂચન કરતા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 2006 પછી સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને સર્વિસ યુઝર્સ ચાર્જના જે બિલ આપવામાં આવ્યા છે. તે બિલની અંદર 100 ટકા વ્યાજ માફી આપવાની આપવાની બજેટમાં રજૂઆત કરવામાં આવી છે. સ્લમ દલિત પછાત વિસ્તાર છે. આ વિસ્તારના લોકોની એવી માંગણી છે કે, જો તમે વ્યાજ માફી ન આપો તો અમને સર્વિસ યુઝર ચાર્જના બિલની બદલે હાઉસ ટેક્સ મિલકત વેરાના બિલ આપી રેગ્યુલાઈઝ કરી આપો તો 100 ટકા વ્યાજ માફીની અમને જરૂર નથી. 100 ટકા વ્યાજ સાથે તેઓ બિલ ભરવા તૈયાર છે.
મિલકત વેરા કે પાણી વેરાની અંદર 100 ટકા વ્યાજ માફી આપી
મહાનગરપાલિકાના વહીવટદારો કે હોદ્દેદારોથી શક્ય ન હોય તો આ પ્રશ્ન રેગ્યુલાઈઝનો રાજ્ય સરકાર મહેસુલ પ્રધાન હસ્તક હોય અને તેમાં સમય લાગતો હોય તો આ બધા સ્લમ વિસ્તારોને હાલ પુરતું 100 ટકા વ્યાજ માફી આપવી જરૂરી છે. મિલકત વેરા કે પાણી વેરાની અંદર અગાઉ 100 ટકા વ્યાજ માફી આપી હતી. આ વિસ્તારો કોરોનાની બિમારી, બેરોજગારી અને બેકારી સામનો કરી રહ્યા છે.