ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર: બિનસચિવાલય પરીક્ષા રદ કરવા બાબતે કોંગ્રેસનો ચક્કાજામ, 15 લોકોની અટકાયત

જામનગર: બિન સચિવાલયની પરીક્ષા રદ કરાવવા ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. રાજ્યભરમાં બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાનું આંદોલન દિવસેને દિવસે ઉગ્ર બનતું જાય છે. જામનગર શહેર DKV સર્કલ પાસે જામનગર કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા ધરણા અને રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા કરાયેલ રસ્તા રોકો આંદોલન દરમિયાન જામનગર પોલીસ દ્વારા આગેવાનો અને કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી.

By

Published : Dec 9, 2019, 12:30 AM IST

jamnagar
જામનગરમાં બિન સચિવાલય પરીક્ષા રદ કરવા બાબતે કોંગ્રેસનો ચક્કાજામ

બિનસચિવાલયની પરિક્ષા રદ કરવા અંગે જામનગર કોંગ્રેસના આગેવાન દિગુભા જાડેજાએ રાજ્ય સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા અનેક ભરતી કૌભાંડો કરવામાં આવ્યા છે, યુવાનોનું શોષણ કરવામાં આવે છે, ત્યારે તાજેતરમા જ બિન સચિવાલયની પરિક્ષામાં મોટા પાયે ગેરરીતિઓ થઈ છે અને ભાજપના વંશજોને સાચવવા માટે ગુજરાતના યુવાનો શોષણ કરવામાં આવ્યું છે.

બિનસચિવાલય પરીક્ષા રદ કરવા બાબતે કોંગ્રેસનો ચક્કાજામ, 15 લોકોની અટકાયત
છેલ્લા 5 દિવસથી ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ રાત અને દિવસ બિન સચિવાલયની પરિક્ષા રદ કરવા ધરણામાં બેઠા હતા, ત્યારે જામનગર કોંગ્રેસ NSUI દ્વારા શહેરના DKV સર્કલ ખાતે ધરણા અને રસ્તા રોકો આંદોલન યોજીને બિન સચિવાલયની પરીક્ષા રદ થાય અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details