જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફી સહિતના કોર્પોરેટરો આ રેડમાં જોડાયા હત. સુરતમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્કૂલ કોલેજ તેમજ અન્ય મૂળ કોમ્પ્લેક્સ સામે I.F.C અને N.O.C મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
જામનગરમાં સ્કૂલો પર કોંગ્રેસની જનતા રેડ
જામનગર : શહેરમાં કોંગ્રેસ દ્વારા શહેરની પાંચ સ્કૂલમાં જનતા રેડ કરવામાં આવી હતી. સુરતના અગ્નિકાંડ બાદ પણ જામનગરમાં મોટાભાગની સ્કૂલમાં ફાયરસેફટીના સાધનોનો આભવ જોવા મળી રહ્યો છે. ત્યારે NOC વિના શહેરમાં અંદાજે 984 સ્કૂલ અને કોમ્પલેક્ષ ધમધમે છે.
જામનગરમાં સ્કૂલો પર કોંગ્રેસની જનતા રેડ
સુરત અગ્નિકાંડમાં અવસાન પામેલા અંદાજે ૨૪ વિદ્યાર્થીઓના વાલીઓને ન્યાય માટે લડત લડી રહ્યા છે.ત્યારે જામનગરમાં સુરત અગ્નિકાંડ જેવી કોઇ ઘટના ન બને તે માટે વિરોધ પક્ષ મેદાનમાં આવ્યો છે. જનતા રેડ કરવામાં આવી છે. શહેરની સેન્ટ અન્નાસ સ્કૂલમાં જનતા રેડ દરમિયાન ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યા નથી. મોંઘી ફ્રી ભરીને પોતાના બાળકોને ભણાવતા વાલીઓ પણ સુરતનો અગ્નિકાંડ શીખ લેવા જેવો છે.