- કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વધારા અંગે ધરણા કાર્યક્રમ
- 5 રાજ્યમાં તો 100 રૂપિયાથી વધુ પેટ્રોલનો ભાવ થયો
- ખાવડી ખાતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો
જામનગર :Shivam Petroleum પાસે શહેર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલ(petrol diesel)ના વધતા ભાવ વધારા અંગે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દિવસે-દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને જઈ રહ્યા છે. 5 જેટલા રાજ્યમાં તો 100 રૂપિયાથી વધુનો ભાવ પેટ્રોલનો થઈ ગયો છે. જામનગરમાં પણ પેટ્રોલનો ભાવ 92.45 રૂપિયા છે, તો ડીઝલના ભાવ પણ 92 રૂપિયા છે.
કોંગ્રેસે પેટ્રોલ-ડિઝલના વધતા ભાવને લઈને વિરોધ કર્યો આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસ 11 June ના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે કરશે રાજ્યવ્યાપી ધરણા પ્રદર્શન
પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા સામાન્ય માણસ મુશ્કેલીમાં મુકાયો
જિલ્લા કોંગ્રેસ દ્વારા ખાવડી ખાતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા (rising price of petrol diesel)નો વિરોધ કરવામાં આવ્યો છે. એક બાજુ કોરોનાની મહામારી છે. તો બીજી બાજુ વધતી મોંઘવારી સામાન્ય માણસ માટે કમરતોડ સાબિત થઇ રહી છે. બીજી બાજુ પેટ્રોલ-ડીઝલ(petrol diesel)ના ભાવ વધતા સામાન્ય માણસ મુશ્કેલીમાં મુકાયો છે.
કોંગ્રેસે પેટ્રોલ-ડિઝલના વધતા ભાવને લઈને વિરોધ કર્યો આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસ આજે દેશવ્યાપી ધરણા કરશે
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નહિ થાય તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરાશે
કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે, સરકારે પેટ્રોલ-ડીઝલ(petrol-diesel) પર વેટ ઓછી કરી અને જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા કરી રાહત આપવી જોઈએ. કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં નહિ આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર માંગ, ઉગ્ર આંદોલન કરવામાં આવશે.