- જામનગર શહેરમાં મનુષ્ય અને ઢોરનું મૂલ્ય સરખું
- જામનગરમાં કોરોનાથી મૃત્યુ પામેલા સહાય ફોર્મ 700 જમા થયા છે
- રાજ્ય સરકારે માત્ર 205 લોકોને જ સહાય ચુકવી છે
- કોંગ્રેસે આકરા પાણી સાથે જિલ્લા કલેકટર કચેરી ધામા નાખ્યા
જામનગરઃ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કોરોનાથી મૃત્યુ(corona death in gujarat) પામેલા પરિવારજનો માટે સહાય ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે જામનગરમાં કોરોનાથી મૃત્યુ(corona death in jamnagar) પામનાર પરિવારજનોને સહાયને લઈને અફરાતફરી જોવા મળી છે. જામનગરમાં કોંગ્રેસ દ્વારા કોવિડમાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય આપવાની માંગ સાથે જિલ્લા કલેકટર કચેરીએ 700 ફોર્મ જમાં કરાવ્યા છે. પરંતુ રાજ્ય સરકારે જામનગર શહેરમાં માત્ર 205 લોકોને જ સહાય(corona death compensation in jamnagar) ચૂકવી છે. જેને લઈને કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે.
દરેક પરિવારને ચાર લાખ ચૂકવવા કરી માંગ
જામનગર શહેરમાં કોરોના સહાયના 700 ફોર્મ ભરવામાં આવ્યા છે ને માત્ર 205 લોકોને સહાય મળી છે. જેને લઇ કોંગ્રેસમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એક બાજુ જામનગર શહેરમાં અતિવૃષ્ટિમાં(heavy rains in gujarat) અનેક લોકો ઘર વિહોણા બન્યા છે. તો જે લોકોના કોરોનામાં મોત નિપજ્યા છે તેના પરિવારજનોને હજુ સુધી સહાય આપવામાં આવી નથી.
માગ સ્વીકારવામાં નહિ આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી