જામનગર: કોંગ્રેસ દ્વારા સતત ત્રીજા દિવસે પણ નવાગામ ઘેડ વિસ્તારમાં ભીમવાસ પાસે સ્થાનિકોને સાથે રાખી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગરમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરમાં મસમોટા ખાડા પડ્યા છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જામનગરમાં કોંગ્રસનો સતત ત્રીજા દિવસે વિરોધ, ખાડાપૂજનનો કર્યો કાર્યક્રમ - Congress protests
જામનગરમાં કોંગ્રેસ દ્વારા સતત ત્રીજા દિવસે રસ્તાઓમાં પડેલા ખાડાઓ અંગે વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવ્યું છે. શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ભીમવાસના રસ્તાઓમાં વરસાદના પાણીથી પડેલા ખાડાઓમાં અબીલ, ગુલાલ અને ફૂલહાર કરીને અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
Jamnagar news
જામનગરની અનેક સોસાયટીઓમાં ગંદા પાણી ભરાવાના કારણે રોગચાળાની દહેશત પણ જોવા મળી રહી છે. સોસાયટીઓમાં ભરાયેલા વરસાદના ગંદા પાણીમાં મચ્છરોનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે. જેના કારણે સ્થાનિકો પરેશાન બન્યા છે. જ્યારે રસ્તામાં પડેલા ખાડાઓમાં અબીલ, ગુલાલ અને ફૂલહાર કરી કોંગ્રેસ પાર્ટી દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફી સહિત કોંગ્રેસન્ તમામ કોર્પોરેટરો તેમજ સ્થાનિકો હાજર રહ્યા હતા.