જામનગરઃ શહેરના વોર્ડ નંબર 10માં કોંગ્રેસ દ્વારા રસ્તા પર પડેલા ખાડામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 10એ જામનગર મહાનગરપાલિકાના મેયરનો વોર્ડ છે. જામનગર મહાનગરપાલિકાના મેયરના વોર્ડમાં રોડ પર ખાડા નહીં, પણ ખાડામાં રોડ હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. વિરોધપક્ષ નેતા અલ્તાફ ખફીની આગેવાનીમાં આ રોડ પર પડેલા ખાડામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનમાં સ્થાનિકો પણ મોટી સંખ્યામાં જોડાયા જામનગર શહેરમાં અનેક જગ્યાએ મોટા મોટા ખાડા જોવા મળે છે. ખાડા પડવાના કારણે વાહનચાલકોને ભારે હાંલાકીનો સામનો કરવો પડે છે. મંગળવારે પણ કોંગ્રેસ દ્વારા પટેલ પાર્ક વિસ્તારમાં ખાડા પૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે બુધવારના રોજ મેયરના વોર્ડમાં આવેલા રોડ પરના ખાડામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.
ખાડામાં કોંગ્રેસે કર્યું વૃક્ષારોપણ કોંગ્રેસના કોર્પોરેટરોએ મેયરના વોર્ડમાં પહોંચી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું આ પણ વાંચો - હે ખાડા દેવ...જામનગર મહાનગરપાલિકાના સત્તાધિશોને સદબુદ્ધિ આપો
જામનગર શહેરમાં પડેલા ખાડાઓને લઇને કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્ચો હતો. જામનગર કોંગ્રેસે મંગળવારે પટેલ પાર્ક વિસ્તારના રસ્તામાં પડેલા ખાડાઓનું પૂજન કર્યું હતું. આ પૂજન બાદ કોંગ્રેસે એક શિશામાં મેયર હસમુખ જેઠવા અને ડેપ્યુટી મેયર કરશન કરમુરના પૂતળા રાખી આ શિશા દફનાવ્યા હતા.
જામનગર પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ ધોવાયા છે. તો શહેરી વિસ્તારમાં મસમોટા ખાડા પડતા લોકો હાંલાકી ભોગવી રહ્યા છે. વિરોધના પક્ષના નેતા અલ્તાફ ખફીની આગેવાનીમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ મેયરના વોર્ડમાં પહોંચી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં સ્થાનિકો પણ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. રોડ પર પડેલા ખાડામાં વૃક્ષોરોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - જામનગર: અસામાજિક તત્વોએ ઢોરવાડો ખોલી નાખ્યો
જામનગરઃ મહાનગર પાલિકા સંચાલિત રણજીતસાગર ડેમ પાસે આવેલા ઢોરવાડામાં અસામાજિક તત્વોએ ઢોરવાડાના તમામ દરવાજા ખોલી નાખતા ઢોરવાડામાં રહેલા 380 જેટલા ગાય અને ખૂંટીયા નાસી છૂટ્યા હતા. મહાનગર પાલિકાએ તમામ અજાણ્યા શખ્સો સામે પંચ B-ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.