ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસના ધારાસભ્યોએ મુલાકાત લીધી - કોંગ્રેસના ધારાસભ્યોએ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત

ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતાં. ખેડૂતો પર આવી પડેલી આફતની ક્ષણોએ સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોએ જોડિયાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

ો
જામનગરમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસના ધારાસભ્યોએ લીધી મુલાકાત

By

Published : Jul 10, 2020, 6:05 PM IST

જામનગરઃ છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. દ્વારકા પોરબંદર, જામનગરના ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોને નુકસાન થયુ છે.

જામનગરમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસના ધારાસભ્યોએ લીધી મુલાકાત

આજે કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મુછડિયા, વિક્રમ માડમ, લલિત કગથરા, લલિત વસોયાએ જોડિયા વિસ્તારના ખેડૂતોને તેમની સાથે રાખી આ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. ધારાસભ્યોએ ખેડૂતોને થયેલા નુકસાન બદલ અધિકારીઓની બેદરકારી જવાબદાર હોવાના આક્ષેપ કર્યા હતા. તેમણે માગ કરી હતી હતી કે, ખેડૂતોને થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે અને તેમને વળતર ચૂકવવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details