ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે જામનગર કલેકટરને સુપ્રત કરી 500 કીટ

ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ હાલારના લોકોની મદદ માટે આગળ આવ્યા છે. વિક્રમ માડમે આજ રોજ જિલ્લા કલેકટરને રાશનની 500 કીટ અર્પણ કરી છે.

કોંગ્રેસના ધારાસભ્ય
કોંગ્રેસના ધારાસભ્ય

By

Published : Apr 17, 2020, 2:37 PM IST

જામનગર: હાલ કોરોના વાયરસ વિશ્વભરમાં ફેલાઇ રહ્યો છે. ત્યારે અનેક લોકોના કામ ધંધા બંધ છે. તેમજ ગરીબ માણસોને રાશન મળી રહે તેથી વિક્રમ માડમે જામનગર જિલ્લા કલેક્ટર એસ રવિશંકરને રાશનની 500 કીટ આપી છે.

હાલારમાં અનેક સેવાભાવી સંસ્થાઓ લોકોની મદદ કરી રહી છે. તેમજ રાજકીય આગેવાનો પણ આ મદદમાં જોડાયા છે. જેમાં વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખાફી અને કોંગ્રેસ આગેવાન દિગુભા જાડેજા કોર્પોરેટરો દેવશી આહીર, સાજીદ બ્લોચ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details