જામનગર: જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયા
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને મળેલા અન્ય ધારાસભ્યોના પણ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાંના જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
![જામનગર: જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ Jamjodhpur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7760889-581-7760889-1593060272936.jpg)
જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
જામનગર: સૌરાષ્ટ્રના પ્રથમ ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મહત્વનું છે કે, પૂર્વ કોંગી પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ભરતસિંહ સોલંકીને જેટલા લોકો મળ્યા હતા. તે લોકોના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયા ઝપેટે આવી ગયા છે.