અછતગ્રસ્ત જાહેર થયેલા કલ્યાણપુર અને દ્વારકા તાલુકાના લોકોની સમસ્યાનું નિવારણ લાવવાના બદલે તેમની સમસ્યા વધી રહી છે. અછત દુર કરવાના બધા જ નિયમો માત્ર કાગળ પર જ રહી ગયા છે. કારણ કે,અધિકારીઓ અને પદાધિકારીઓની સાંઠગાંઠથી માત્ર કૌભાંડ આચરવામાં આવ્યુ છે. છેલ્લા થોડા વર્ષોમાં જમીન માપણી કૌભાંડ, પાકવીમા કૌભાંડ, મગફળી કૌભાંડ, તુવેર કૌભાંડ, ખાતર કૌભાંડ, નકલી બિયારણ કૌભાંડ, ઘાસચારા અને પાણીનું કૌભાંડ સામે આવે તેવું લાગી રહ્યું છે.
દેવભૂમિ દ્વારકાના અછતગ્રસ્ત વિસ્તારની કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા કરી મુલાકાત - arjun modhvadiya
જામનગરઃ 1 ડિસેમ્બર 2018થી કલ્યાણપુર અને દ્વારકા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ આ જાહેરાત બાદ આ વિસ્તારના લોકોની સ્થિતી સુધારવાનો કોઈ પણ જાતનો પ્રયત્ન કરવામાં આવ્યો નથી. જેથી આજની તારીખે પણ આ વિસ્તારના લોકો પાણી, ઘાસચારો, રોજગારી સહિતની અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ લોકોની મુલાકાત કરી સમસ્યા અંગે ચર્ચા-વિચારણા કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના અછતગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા કોંગ્રેસના આગેવાનો
આ તમામ સમસ્યાઓ અંગે સોમવારે કોંગ્રેસના આગેવાનો અર્જુનભાઈ મોઢવાડિયા, મુલુભાઈ કંડોરિયા, પાલભાઈ આંબલીયા, મેરામણભાઈ ગોરીયા, યાસીનભાઈ ગજણ, મેરગભાઈ ચાવડા,ગિરુભા જાડેજા, દેવુભાઈ ગઢવી, દિલુભા જાડેજા વગેરેએ લોકોની મુલાકાત કરી ચર્ચા કરી હતી. ત્યારબાદ આ આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ ભાજપ સરકારની ઝાટકણી કાઢી હતી અને સરકારની નિષ્ફળતાઓ ગણાવી હતી.