ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના મસીતીયામાં કોંગ્રેસે યોજી જાહેર સભા - Public meeting of Congress in Masitiya

જામનગરમાં હાલ જિલ્લા પચાયત અને તાલુકા પચાયતની ચૂંટણીમાં પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ગત ટર્મમાં જિલ્લા પચાયત પર કોંગ્રેસનો કબજો હતો. ત્યારે આ વખતે પણ કોંગ્રેસ ખેડૂતોના મુદા લઈ મતદારો પાસે ગઈ છે. કોંગ્રેસ દ્વારા મસીતીયામાં જાહેર સભા યોજી હતી.

જામનગરના મસીતીયામાં કોંગ્રેસે યોજી જાહેર સભા
જામનગરના મસીતીયામાં કોંગ્રેસે યોજી જાહેર સભા

By

Published : Feb 26, 2021, 4:52 PM IST

Updated : Feb 26, 2021, 7:11 PM IST

  • જામનગરના મસીતીયામાં કોંગ્રેસે યોજી જાહેર સભા
  • ગત ટર્મમાં જિલ્લા પચાયત પર કોંગ્રેસનો હતો કબજો
  • મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો રહ્યા ઉપસ્થિત

જામનગરઃ જિલ્લા પંચાયતમાં 82 ઉમેદવાર અને તાલુકા પંચાયતમાં 334 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.

જામનગરના મસીતીયામાં કોંગ્રેસે યોજી જાહેર સભા

ચેલા બેઠક પર લઘુમતી મતદારોની સંખ્યા છે વધુ

ચલા જિલ્લા પંચાયત બેઠક પર જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય કાસમ ખફીના ધર્મ પત્ની ચૂંટણી લડી રહ્યા છે અને જંગી બહુમતીથી વિજેતા બને તેવી શકયતા છે. ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જિલ્લા પંચાયત બેઠક પર સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. જોકે, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પણ પુરજોશમાં પ્રચાર કરી રહી છે.

જામનગરના મસીતીયામાં કોંગ્રેસે યોજી જાહેર સભા

કોંગ્રેસના શહેનાઝ બાબી રહ્યા ઉપસ્થિત

ચેલા જિલ્લા પંચાયત બેઠક પર ગત ટર્મમાં પણ કોંગ્રેસનો વિજય થયો હતો અને આ વિસ્તારમાં લઘુમતી મતદારો વધુ હોવાના કારણે કોંગ્રેસને ફાયદો થઇ રહ્યો છે. ત્યારે મસીતીયામાં યોજાયેલી જાહેર સભામાં કોંગ્રેસના આગેવાનો થતા શહેનાઝ બાબી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કોર્પોરેશનમાં ચૂંટાયેલા નગરસેવકો થતા કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

જામનગરના મસીતીયામાં કોંગ્રેસે યોજી જાહેર સભા
Last Updated : Feb 26, 2021, 7:11 PM IST

ABOUT THE AUTHOR

...view details