ગુજરાત

gujarat

ETV Bharat / state

મતદાનને ગણતરીના દિવસો બાકી, કોંગ્રસનો ગલી ગલીમાં પ્રચાર

જામનગરઃ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસનું પ્રચાર અભિયાન અંતિમ ચરણોમાં હોવાથી આ વખતે કોંગ્રેસમાં નવો જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે. એક બાજુ કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ સભાયા અને કોંગ્રેસની ટીમ ગામે ગામે પ્રવાસ કરીને લોકસંપર્ક કરી રહ્યા છે,તો બીજી તરફ જામનગર ગ્રામ્યમાં પણ કોંગ્રેસની ગામડાની ગલીઓમાં જન-જન સાથે મુલાકાત કરી પ્રચાર દોર આગળ વધારી રહી છે.

કોંગ્રેસ પુરજોશમાં, વિધાનસભાના કોંગી ઉમેદવાર કરી રહ્યા છે ગલી ગલી માં લોકસંપર્ક....

By

Published : Apr 20, 2019, 7:53 PM IST

જામનગરમાં ધારાસભા અને લોકસભામાં કોંગ્રેસની વાત જન-જન સુધી પહોંચાડી રહ્યા છે. ત્યારે આ વખતે કોંગ્રેસ ટીમવર્ક સાથે લોકસભા અને ધારાસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરી પડયા છે. વિધાનસભાના ઉમેદવાર જયંતિભાઈ સભાયા સાથે કોંગ્રેસના આગેવાન કાસમભાઇ ખફી વગેરે સાથે રહીને લોકસંપર્ક કર્યો હતો. કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, મહિલા કાર્યકરો, એક થઈને લોકસભાની ચૂંટણીમાં પૂરા જુસ્સા સાથે કામે લાગી ગઈ છે. કોંગ્રેસના ઘોષણાપત્રમાં શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી આપવા મામલે, તેમજ ખેડૂતોની કૃષિલક્ષી બજેટની વાત હોય કે વેપારીના GSTનો મુદ્દો હોય,આ તમામ વાતો લોકો સુધી સીધો જ સંપર્ક કરીને પહોચતી કરવામાં સફળતા મળી છે.

કોંગ્રેસ પુરજોશમાં, વિધાનસભાના કોંગી ઉમેદવાર કરી રહ્યા છે ગલી ગલીમાં લોકસંપર્ક....

જામનગર જિલ્લામાં અન્ય જ્ઞાતિ સાથે દલિત સમાજના મતદારોનો વિશાળ સમુદાય છે. જે ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. પરિણામ પર ધારે એવી અસર લાવી શકે છે. ત્યારે આ વખતે કોંગ્રેસે અનુસુચિત જાતિના આગેવાનોની પણ ટીમ બનાવી છે. જામનગર ગ્રામ્ય તેમજ જામનગર જિલ્લામાં દલિતોની મોટી વસ્તી ધરાવતા ગામોની મુલાકાત લઈને કોંગ્રેસના સંકલ્પપત્રનુ વિતરણ કરીને મતદારોને રીજવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા બંને સીટો પર વિજયનો વિશ્વાસ વ્યકત કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details