જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં લોકોને રૂબરૂ મળી કોંગ્રેસ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા કામોની માહિતી લોકોને આપવામાં આવી રહી છે.
જામનગરમાં કોંગ્રેસનો 'ડોર ટુ ડોર પ્રચાર' શરૂ, નવાગામ ઘેડમાં કર્યો પ્રચાર - Election
જામનગર: શહેર કોંગ્રેસ દ્વારા નવાગામ ઘેડ વિસ્તારમાં ડોર-ટુ-ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યું છે. શહેર કોંગ્રેસ સમિતિ અને મહિલા મોરચા દ્વારા હાલ જામનગર શહેરમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે.
![જામનગરમાં કોંગ્રેસનો 'ડોર ટુ ડોર પ્રચાર' શરૂ, નવાગામ ઘેડમાં કર્યો પ્રચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2970221-thumbnail-3x2-con.jpg)
કોંગ્રેસનો ડોર ટુ ડોર પ્રચાર
જામનગર કોંગ્રેસ શહેર પ્રમુખ ગિરીશભાઈ અમેઠીયા સહિતના આગેવાનો ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વિચારઘારાની લડાઈ ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસ લોકોને ખોટા વાયદાઓ નહીં કરે પણ કામ કરી દેખાડશે તેવા વચ્ચેનો પણ આપી રહી છે.