ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં ધમાલ ગલી અંતર્ગત બાળકો માટે દેશી રમતોનું આયોજન - JAMNAGAR NEWS

સુમેર ક્લબમાં ધમાલ ગલી અંતર્ગત બાળકો માટે દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા અને મેયર હસમુખ જેઠવા દ્વારા બાળકો સાથે એરોબિક્સ ડાન્સ કરવામાં આવ્યો હતો. રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા અને મેયર હસમુખ જેઠવા દ્વારા બાળકો સાથે એરોબિક્સ ડાન્સ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.

ધમાલ ગલી અંતર્ગત બાળકો માટે દેશી રમતોનું આયોજન
ધમાલ ગલી અંતર્ગત બાળકો માટે દેશી રમતોનું આયોજન

By

Published : Feb 24, 2020, 5:46 PM IST

જામનગર : રોટરી ક્લબ દ્વારા ધમાલ ગલી કાર્યક્રમ અંતર્ગત શહેરના બાળકો માટે મોઈ-દાંડિયા, ઠેરી, ભમરડો, લીંબુ ચમચી, નારગોલ જેવી દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના સમયમાં બાળકો મોબાઈલ અને કોમ્પ્યુટરની આધુનિક રમતોમાં વ્યસ્ત થઈ સારું સ્વસ્થ્ય અર્પણ કરતી મેદાની રમતોને ભૂલી જાય છે, ત્યારે રોટરી ક્લબ દ્વારા આપણી દેશી રમતો અંગે બાળકો અને વાલીમાં જાગૃતતા આવે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.

ધમાલ ગલી અંતર્ગત બાળકો માટે દેશી રમતોનું આયોજન
સ્માર્ટ કોમ્પ્યુટર, સ્માર્ટ મોબાઈલ અને સ્માર્ટ ટીવીના યુગમાં આજના બાળકો મોબાઈલ, કોમ્પ્યુટર અને ટીવીની અત્યાધુનિક ગેમોમાં વ્યસ્ત રહે છે અને બાળકો આપણી જૂની પારંપારિક મેદાની રમતો ભૂલતા જાય છે. તેમજ સ્માર્ટ ફોનમાં જેમ વાઇરસ આવે છે તેમ બાળકોના સ્વસ્થ્ય પણ તેના લીધ બગાડે છે અને બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. જ્યારે મેદાની રમતોમાં બાળકોને રમત સાથે મહેનત થતી હોવાથી બાળકોનું સ્વસ્થ્ય સારું રહે છે અને બાળકો રોગ મુક્ત રહે છે છ્તા આજના ફાસ્ટ યુગમાં માતા-પિતા પણ બાળકો પર પૂરતું ધ્યાન આપી ન શકતા હોય અને પોતાના કામની વ્યસ્તતાના કારણે બાળકોના હાથમાં સ્માર્ટ ફોન કે કોમ્પ્યુટર આપી દેતા હોય છે અને મેદાની રમતોનું મહત્વ શું છે તે સમજાવતા નથી.

સામાજિક સંસ્થા રોટરી ક્લબ દ્વારા ‘ધમાલ ગલીમાં’ કાર્યક્રમ અંતર્ગત બાળકો માટે મોઈ-દાંડિયા, ઠેરી, લીંબુ ચમચી, ભમરડો, દોરડા કૂદ, નારગોલ, સાતતાળી, સાયકલનું વ્હીલ ફેરવવું જેવી અનેક દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં વાલી અને બાળકો સહિત લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને કાર્યક્રમમાં માતા- પિતા પોતાની બધી જ વ્યસ્તતા એક તરફ મૂકી બાળકો સાથે દેશી રમત રમ્યા હતા. બાળકો એ પણ આ રમતોની ખૂબ મોજ માણી હતી અને આ પહેલા ક્યારેય આવો રોમાંચ માણ્યો ન હતો.


ABOUT THE AUTHOR

...view details