- કોમોડોર ગૌતમ મારવાહાએ કમાન્ડિંગ ઓફિસરની જવાબદારી સંભાળી
- પ્રીમિયર નેવલ એસ્ટાબ્લિશમેન્ટની તાલીમ અને વહીવટ માટે ફાળો આપ્યો
- ગૌતમ મારવાહાને 5 ડિસેમ્બર 1992ના રોજ ભારતીય નૌકાદળમાં નિયુક્ત કરાયા હતા
જામનગર :કોમોડોર ગૌતમ મારવાહાએ વીએસએમએ જામનગર ખાતે કોમોડોર અજય પટની પાસેથી ભારતીય નૌકાદળની મુખ્ય વિદ્યુતિય પ્રશિક્ષણ સંસ્થા આ INS વલસુરાના કમાન્ડિંગ ઓફિસરની જવાબદારી સંભાળી છે. કોમોડોર અજય પટનીએ 29 જાન્યુઆરી 2020થી INS વલસુરાને આદેશ આપ્યો હતો અને સૌરાષ્ટ્ર ક્ષેત્રની પ્રીમિયર નેવલ એસ્ટાબ્લિશમેન્ટની તાલીમ અને વહીવટ માટે ખૂબ જ ફાળો આપ્યો છે. કોરોના મહામારી સામે લડવામાં તેમના નોંધપાત્ર પ્રયત્નોથી સ્થાપનામાં સતત તાલીમ આપવામાં આવી હતી.
કોમોડોર તરીકે કોમોડોર ગૌતમ મારવાહાએ હોદ્દો સંભાળ્યો આ પણ વાંચો : જામનગરમાં નેવી-ડેની ઉજવણી, Beating Retreat Ceremonyનું કરાયું આયોજન કોમોડોર તરીકે કોમોડોર ગૌતમ મારવાહાએ હોદ્દો સંભાળ્યો કોમોડોર ગૌતમને 1992ના રોજ ભારતીય નૌકાદળમાં નિયુક્ત કરવામાં આવ્યાકોમોડોર ગૌતમ મારવાહાએ 05 ડિસેમ્બર 1992ના રોજ ભારતીય નૌકાદળમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે ગોમતી, નિર્ઘટ અને ત્રિશુલમાં પોતાની સેવા આપી હતી. તેમણે એકીકૃત મુખ્ય મથક સંરક્ષણ મંત્રાલય (નૌકાદળ), નેવલ ડોકયાર્ડ (વિશાખાપટ્ટનમ) અને નેવલ ડોકયાર્ડ (મુંબઇ)માં પોતાની સેવાઓ આપી છે.
આ પણ વાંચો : વિશ્વના સૌથી જૂના જહાજ INS વિરાટની અલંગ તરફ અંતિમ સફર
2021માં કોમોડોરને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યાંવર્ષ 2021માં કોમોડોરને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. તથા નૌસેના અધ્યક્ષ તથા ફલેગ ઓફિસર કમાનઇન ચીફ પશ્ચિમનો સેના દ્વારા 1999 તથા 2003 સન્માનિત કરાયા હતા.