ગુજરાત

gujarat

ETV Bharat / state

જામજોધપુર માર્કેટયાર્ડમાં એરંડા અને જીરુની હરાજીનો પ્રારંભ - Vice President CM Vachani

જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં એરંડા તથા જીરુની હરાજીનો પ્રારંભ થયો છેે. જેના ભાગ રૂપે ઉપપ્રમુખ સી.એમ.વાછાણી તથા ડાઈરેક્ટર જયસુખભાઈ વડાલીયા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ વિશેના જરૂરી સૂચનો આપપવામાં આવ્યાં હતાં.

જામજોધપુર માર્કેટિંગ યાર્ડ મુકામે એરંડા તથા જીરુની હરરાજીનો પ્રારંભ
જામજોધપુર માર્કેટિંગ યાર્ડ મુકામે એરંડા તથા જીરુની હરરાજીનો પ્રારંભ

By

Published : May 1, 2020, 12:18 AM IST

જામજોધપુરઃ તાલુકા માર્કેટિંગ યાર્ડમાં હરાજી સમયે લોકડાઉનના તમામ નિયમો જળવાય તથા વેપારીઓ અને ખેડૂતો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખ સી.એમ. વાછાણી તથા ડાયરેક્ટર જયસુખભાઈ વડાલીયા દ્વારા જરૂરી સૂચનો અને માર્ગદર્શન માર્કેટિંગ યાર્ડના કર્મચારીને આપી રહ્યાં છે.

જામજોધપુર માર્કેટિંગ યાર્ડ મુકામે એરંડા તથા જીરુની હરરાજીનો પ્રારંભ

આજના જીરૂના ભાવ 2550થી 2600 ઉપજેલ તથા એરંડામાં 700થી 736 એવરેજ ભાવ રહેલા હતા. તેમજ એરંડા માટે 48 ખેડૂતો તથા જીરા માટે 82 ખેડૂતો આવેલા હતા અને ખેડૂતોનો પ્રવાહ હજુ વધે તેવી શક્યતા છે. આમ હાલ માર્કેટિંગ યાર્ડ જામજોધપુર ફરી ધમધમતું થઈ રહ્યું છે. તેમજ માર્કેટિંગ યાર્ડ મુકામે માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખ સી.એમ.વાછાણી દ્વારા આયુર્વેદિક ઉકાળો (કાવો) વિના મૂલ્યે વેપારીઓ અને ખેડૂતોને વિતરણ કરવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details