સમુદ્રના રક્ષકોએ સમુદ્રમાં આદર્યું સફાઈ અભિયાન, કોસ્ટગાર્ડના જવાનોએ દરિયામાં કર્યા દિલધડક કરતબો - કોસ્ટગાર્ડના જવાનો
જામનગરઃ વાડીનારના દરિયામાં આજ રોજ કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્ર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. હાલાર પંથકમાં મહાકાય ઓઈલ રિફાઇનરીઓ આવેલી હોવાથી અહીં દરિયામાં ઓઇલ પ્રદુષણ થવાનો સતત ભય હોય છે. જેના કારણે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દર વર્ષે દરિયામાં સફાઈ અભિયાન શરૂ કરે છે. આ સફાઈ અભિયાનમાં રિલાયન્સ, એસ્સાર સહિતની કંપનીના અધિકારીઓ જોડાયા હતા.
સમુદ્રના રક્ષકોએ સમુદ્રમાં આદર્યું સફાઈ અભિયાન
મંગળવારના રોજ ટેબલ ટોક એક્સેસાઇજ યોજાઈ હતી. બુધવારના રોજ દરિયામાં નકલી ઓઈલનો જથ્થો નાખી કોસ્ટગાર્ડના જહાજ મારફતે પ્રદુષણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી..