જામનગરઃ પૂર્વ રાજ્યપ્રધાન પરમાનંદ ખટ્ટર, રાજુભાઈ શેઠ, કિશોર ગલાણી, ભરત ખૂબચંદાણી વગેરે લોકો સીએમ રાહત ફંડમાં ચેક આપવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને મળવા ગયા હતાં. જેમને 14 દિવસ માટે કોરેન્ટાઇન કરાયા છે.
CMને મળવા ગયેલા ઔષવાડ સેન્ટરના ટ્રસ્ટીઓ અને અગ્રણીઓને 14 દિવસ માટે કોરેન્ટાઈન કરાયા
જામનગરથી મુખ્પ્ર પ્રધાન વિજય રૂપાણીને મળવા ગયેલા ઔષવાડ સેન્ટરના ટ્રસ્ટીઓ અને અગ્રણીઓને 14 દિવસ માટે કોરેન્ટાઇન કરાયા છે.
કોરોનાના હોટસ્પોટ બનેલા અમદાવાદના જમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખેડાવાલાએ મંગળવાર બપોરે મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાનન અને ગૃહ પ્રધાન સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત તેઓ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ તથા રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાને પણ મળ્યા હતા.
ગઈકાલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેના સંપર્કમાં આવેલા મુખ્ય પ્રધાનને પણ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.