ગુજરાત

gujarat

ETV Bharat / state

‘સ્વચ્છ સુંદર શૈાચાલય’ હરીફાઇમાં 5 શૌચાલયની જિલ્લાકક્ષાએ પસંદગી

જામનગર : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગર દ્વારા ‘સ્વચ્છ સુંદર શૌચાલય’ હરીફાઈમાં પાંચ શૌચાલયોની જિલ્લા કક્ષાએ પસંદગી કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં રચનાત્મક શ્રેષ્ઠ ગુણવતાવાળા 20 શૌચાલયોના પેઇન્ટીગ પૈકી નિર્ણાયક કમિટી દ્વારા પાંચ શૌચાલયોની પસંદગી કરી તેને રાજય કક્ષાએ મોકલવામાં આવશે.

By

Published : Feb 5, 2019, 2:14 PM IST

toilet

પેયજળ સ્વચ્છતા મંત્રાલય ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છ સુંદર શૌચાલય હરીફાઈના ઝુંબેશ રૂપે આયોજન કરવામાં આવ્યું હતુ. જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 1થી 31 જાન્યુઆરી 2019 સુધી જિલ્લામાં 5 સર્વશ્રેષ્ઠ રંગીન શૌચાલયો પસંદગી કરવા નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગરના અધ્યક્ષપણા હેઠળ 02 ફેબ્રુઆરી 2019ના નિર્ણાયક કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં પસંદગી પામનારની યાદી રાજય કક્ષાએ મોકલવામાં આવશે.

આ હરીફાઈમાં નિર્ણાયક તરીકે નાયબ માહિતી નિયામક, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, પોગ્રામ ઓફીસર, તજજ્ઞ ચિત્ર શિક્ષક તરીકે દરેડ કુમાર શાળા અને ઢઢાં પ્રાથમિક શાળાના બે શિક્ષકો તેમજ જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટરએ ફરજ બજાવી હતી.

ABOUT THE AUTHOR

...view details