જામનગરઃ રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઇ છે. ત્યારે લોકો ખાસ કરીને પાણીની બોટલ(Clay water bottle)પોતાની સાથે રાખતા હોય છે. જોકે મોટાભાગે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ થતો હોય છે. જામનગરમાં ખોડિયાર કોલોની(Khodiyar Colony in Jamnagar) વિસ્તારમાં કચ્ચી મીટી નામની દુકાનમાં આ વખતે માટીની બોટલ રાખવામાં આવી છે. તેનો ક્રેઝ ખૂબ વધુ જોવા મળી રહ્યો છે.
માટીની બોટલનું વેચાણ -વર્ષોથી ભારતીયો માટીના (Sale of clay bottles in Jamnagar)માટલા અને માટીના વાસણોમાંપાણીનો સંગ્રહ કરીને પાણી પીતા આવે છે. જોકે હાલ આધુનિક ટેકનોલોજી વધતા ઘરે ઘરે ફ્રીજ જોવા મળી રહ્યા છે અને દુકાનોમાં મોટાભાગે પ્લાસ્ટિકની બોટલમાં પાણી વેચાઈ રહ્યું છે. આ પાણી લાંબા ગાળે બોટલમાં પડ્યું રહે તો લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે અને લોકો અનેક રોગોના ભોગ પણ બને તેવી શક્યતા છે. આજકાલ ડોક્ટર પણ માટીના વાસણ અને માટલામાં પીવાનું પાણી પીવું જોઈએ તેવી સલાહ આપતા જોવા મળી રહ્યા છે. જોકે આપણા દાદા પર દાદા વર્ષોથી માટીના માટલામાં પાણી પીતા હતા અને તેઓ તંદુરસ્ત પણ જોવા મળતા હતા.