જામનગરઃ જનરલ બોર્ડમાં દેકારા વચ્ચે બેડેશ્વર ઓવરબ્રિજનું નામ કરણ કરવાનો ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો.જો કે, વિરોધ પક્ષે કોરોનાનાં વધતા કેસ મામલે 30 મિનિટ ચર્ચા કરવા માટે સામાન્ય સભામાં રજૂઆત કરી હતી. ત્યારબાદ શાસક પક્ષ દ્વારા ફરીથી સભા યોજવા ખાતરી અપાઈ હતી.
જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષનો હોબાળો - જામનગરમાં યોજાયેલ જનરલ બોર્ડમાં હોબાળો
જામનગરમાં આજ રોજ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મિટીંગ ચેમ્બર ઓફ કોમર્સમાં યોજાઈ હતી. જેમાં વિરોધ પક્ષે મચાવતા બોર્ડની ચર્ચા અટકાવાઈ હતી. તો શાસક પક્ષના હોદ્દેદારો બોર્ડ છોડી ભાગી ગયા હતા.
શહેરના બેડેશ્વર ઓવરબ્રિજને મહારાણા પ્રતાપ ઓવરબ્રિજ નામકરણ અને ખંભાળિયા રોડ પર દિગ્જામ સર્કલ પાસે ઓવરબ્રિજને છત્રપતિ શિવાજી મહારાજ ઓવરબ્રિજ નામ અપાયું છે. તો ચીફ ઓડિટર અને સેક્રેટરીની ભરતી થતાં ટી.પી સ્કીમ ન.2 ના પ્લોટ વેરીડ કરવાની દરખાસ્ત અંગે ચર્ચા કરાઇ હતી
જનરલ બોર્ડમાં વ્યવસાય વેરો ભરવામાં ખાસ રીબેટ આપવા અંગે ચર્ચા કરાઇ હતી. ટ્રસ્ટના સહયોગથી પબ્લિક હેલ્થ સેન્ટર બનાવાશે. આમ ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રથમ વખત યોજાયેલી જનરલ બોર્ડમાં ભારે હોબાળો થયો હતો અને શાસક પક્ષના હોદ્દેદારોએ પાછલા બારણેથી જનરલ બોર્ડ છોડી ભાગી ગયા હતા.