ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર ડેન્ટલ કોલેજમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ - Police Beat Up Students in jamnagar

જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ (clash between police and students at jamnagar) સર્જાયું હતું. ગઇ કાલે રાત્રે વિદ્યાર્થીના જન્મદિવસની ચાલી રહેલ પાર્ટીમાં પોલીસે વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન અમૂક વિદ્યાર્થીને (Allegedly Police Beat Up Students) ડિટેઇન કર્યા હતા. પોલીસે નશાની હાલતમાં વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ જો જવાબદાર પોલીસ સામે પગલા નહી લેવાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

By

Published : Dec 28, 2022, 6:13 PM IST

વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

જામનગર: જામનગર ડેન્ટલ કોલેજમાં વિદ્યાર્થીઓ પોલીસ વચ્ચે ઘર્ષણની (clash between police and students at jamnagar) ઘટના બની છે. બર્થ ડે પાર્ટીમાં પોલીસે વિદ્યાર્થીઓને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસકર્મીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. (Allegedly Police Beat Up Students)

વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ: જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજના (Jamnagar Dental College) હોસ્ટેલમાં એક વિદ્યાર્થીનો ગઇકાલે જન્મદિવસ હોવાથી કેક કટીંગ અને ખાણીપીણીની પાર્ટી ચાલતી હતી. પોલીસની એક ટીમ અચાનક ત્યાં પહોંચી હતી અને પાર્ટી બંધ કરાવી અમુક વિદ્યાર્થીને માર માર્યો હતો. પોલીસે વિદ્યાર્થીઓ સાથે મારામારી અને ગાળાગાળી કરી હોવાનો વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ડેન્ટલ કોલેજના કેમ્પસમાં બનેલી આ ઘટના બાદ ચારેક વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન લઈ જવાતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રાત્રિના સમયે જ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં પણ હાજર પોલીસકર્મીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ પણ વાંચો:રિક્ષા પાર્કિંગ બાબતે સુરતની નવી સિવિલમાં RMO અને પોલીસકર્મી વચ્ચે બોલાચાલી

પોલીસ સ્ટેશનનો ઘેરાવો:આ ઘટનાથી વિદ્યાર્થીઓમાં રોષ ભભુક્યો હતો. આ ઘટનાના પગલે વિદ્યાર્થીઓ રાત્રિના સમયે જ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પણ પોલીસ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટનાને પગલે રોષે ભરાયેલા ડેન્ટલ કોલેજના 300 જેટલા વિદ્યાર્થીઓનું ટોળું પોલીસ મથકે પહોંચ્યું હતું. અમુક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. નશો કરેલી હાલતમાં પોલીસે મારામારી કરી હોવાના આક્ષેપ કર્યા હતા. વિદ્યાર્થીઓએ જો જવાબદાર પોલીસ સામે પગલા નહી લેવાય તો આંદોલનની ચિમકી પણ આપવામાં આવી છે. જો કે ડેન્ટલ કોલેજના ડિન દ્વારા વિધાર્થીઓને બાંહેધરી આપવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો છે અને તમામ ડોકટર કામ પર પરત ફર્યા છે.

આ પણ વાંચો:ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા: પોષણક્ષમ ભાવ નહીં મળતા ધોરાજીના ખેડૂતો ચિંતિત

જવાબદાર સામે પગલા લેવા માંગ: વિદ્યાર્થી આગેવાનોએ કહ્યું કે, ગતરાત્રિએ વિદ્યાર્થીઓ બર્થડેની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે કેમ્પસ ખાતે આવેલા પોલીસકર્મીઓએ વિદ્યાર્થીઓ સાથે મારામારી અને ગાળાગાળી કરી હતી. રાત્રિના સમયે આ પોલીસ કર્મચારીઓ નશો કરીને આવ્યા હતા. આ જવાબદાર પોલીસકર્મીઓ વિરુદ્ધ તાત્કાલિક કડક પગલા ભરવામાં આવે.

તપાસ સમિતિ કરશે કાર્યવાહી:કોલેજના ડીન હંસાબહેનએજણાવ્યું છે કે અમે વિદ્યાર્થીઓ પાસેથી લેખિત ફરિયાદ મંગાવી છે. વિદ્યાર્થીઓ પાસેથી સમગ્ર ઘટનાના તથ્યો જાણવાની કોશિશ કરી છે. સમગ્ર ઘટનાની અમારી તપાસ સમિતિ દ્વારા તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details