- જુન મહિનામાં જામનગરમાં ૩ બાળલગ્નો અટકાવી બાળકોના જીવનને બચાવાયા
- બાળલગ્ન થયા તે પહેલા સમાજ સુરક્ષાની ટીમ પહોંચી
- સગીર વયના યુવક-યુવતીઓના લગ્ન કરવા કે કરાવવા તે કાયદાકીય ગુનો બને છે
જામનગરઃ સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગે એક્શનમાં આવી અસરકારક કામગીરી કરતાં બાળલગ્ન(CHILD MARRIAGE) થતા અટકાવ્યા છે. બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડૉ. પ્રાર્થનાબેન શેરશીયાના જણાવ્યા અનુસાર, એક જાગૃત નાગરીકે ચાઈલ્ડ લાઈનને જામનગર(Jamnagar)ના અલીયાબાડા ગામમાં 5 જુલાઇના રોજ યોજાનારા લગ્ન બાળલગ્ન(CHILD MARRIAGE) હોવાની જાણ કરી હતી. જાણકારીના આધારે જિલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષાની ટીમ સાથે રાખીને અલીયાબાડા ખાતે 3 જુલાઇના રોજ પહોંચી ગઈ હતી.
આ પણ વાંચોઃજામનગરમાં વુલનમીલ વિસ્તારમાં બાળલગ્ન અટકાવાયા
યુવતીના માતા પિતાને સમાજ સુરક્ષા કચેરીના કર્મચારીઓએ સમજાવ્યા
ઘટના સ્થળે 21 વર્ષથી નીચેની સગીરના લગ્નનું 5 જુલાઇના રોજ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ બાબતની જાણ સમાજ સુરક્ષા વિભાગને થતા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા અંદાજે 20 વર્ષના સગીર અને તેમના માતા-પિતાને 3 જુલાઇના રોજ સમજાવવામાં આવ્યા હતા કે, આ પ્રકારના લગ્ન કરવા એ કાયદાની વિરુદ્ધ છે અને જેનું ઉલ્લંઘન કરવાથી કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.
યુવકના માતા-પિતા માની ગયા તેમજ આ લગ્ન કરવાનું મોકૂફ રાખ્યું હતું
જામનગર(Jamnagar)ના બાળલગ્ન પ્રતિબંધક અધિકારી પ્રાર્થના શેરશીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સમીર પોરેચા અને લીગલ કમ પ્રોબેશન ઓફિસર જ્યોત્સના હરણના સમજાવ્યા બાદ સગીર યુવકના માતા-પિતા માની ગયા હતા તેમજ આ લગ્ન કરવાનું મોકૂફ રાખ્યું હતું. યુવકની ઉંમર જ્યારે 21 વર્ષ થઈ જાય ત્યારબાદ જ લગ્ન કરશે, તેમ વડીલોએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને જણાવ્યું હતું. ત્યારબાદ લગ્ન યોજનાર પક્ષના વાલીઓ, સમાજના આગેવાનો અને સ્થાનિકોને બાળલગ્ન વિરોધી કાયદા અંગે સમજ આપી બાળલગ્ન(CHILD MARRIAGE) ના પરિણામે ઉભી થનારી સમસ્યા વિશે જાણકારી આપી હતી. ટીમે વાલીઓ સહિતને જાણકારી આપતાં તેમને પોતાની ભુલ સમજાઈ હતી અને હાલમાં આ લગ્ન નહીં કરાવવાનો નિર્ણય કર્યો હતો.