જામનગર: શહેર પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. તેમજ મુખ્યપ્રધાન જે રસ્તેથી પસાર થવાના છે તે તમામ જગ્યાએ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ વહેલી સવારથી જ રિહર્સલ પણ કરવામાં આવી રહ્યું છે.
CM રૂપાણી આજે જામનગરની મુલાકાતે, પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો - GG Hospital, Jamnagar
રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ તેમજ અગ્ર સચિવ સહિતના પદાધિકારીઓએ આજ રોજ જામનગરની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે જામનગર શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
શહેરમાં કોરોના બેકાબૂ બન્યો છે અને રોજ નવા નવા કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યાં છે, ત્યારે રાજ્ય સરકાર ચિંતિત બની છે અને આ કોરોનાની સમીક્ષા કરવા માટે આજ રોજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ જામનગરની મુલાકાતે આવી રહ્યાં છે.
આ ઉપરાંત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પદાધિકારીઓ સાથે મુખ્યપ્રધાન સમીક્ષા બેઠક યોજશે, ત્યારબાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલની મુખ્ય પ્રધાન તેમજ નાયબ મુખ્યપ્રધાન સહિતના નેતાઓ મુલાકાત લેશે. આ ઉપરાંત જામનગરની જી.જી. હોસ્પિટલમાં પણ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યાં છે.