ગુજરાત

gujarat

જામનગર: હાપા યાર્ડમાં શુક્રવારથી ચણાની હરાજી શરૂ થઈ

By

Published : Apr 2, 2021, 4:21 PM IST

Updated : Apr 2, 2021, 5:09 PM IST

શુક્રવારથી જામનગરનું હાપા માર્કેટયાર્ડમાં ચણાની હરાજી શરૂ થઈ હતી. યાર્ડ છેલ્લા 9 દિવસથી બંધ હતું. યાર્ડમાં પ્રથમ દિવસે 14 હજાર જેટલી ચણાની ગુણીઓની આવક થઈ છે.

જામનગર: હાપા યાર્ડમાં શુક્રવારથી ચણાની હરાજી શરૂ થઈ
જામનગર: હાપા યાર્ડમાં શુક્રવારથી ચણાની હરાજી શરૂ થઈ

  • શુક્રવારથી હાપા માર્કેટયાર્ડ ખુલ્યું
  • 14 હજાર ચણાની ગુણીઓની આવક થઈ
  • હાપા માર્કેટયાર્ડ છેલ્લા 9 દિવસથી બંધ હતુ

જામનગરઃ શહેરનું હાપા માર્કેટયાર્ડ છેલ્લા 9 દિવસથી બંધ હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ કલાકમાં જ યાર્ડમાં 14 હજાર જેટલી ચણાની ગુણીઓની આવક થઈ છે. જો કે સિઝનની પ્રથમ ચણાની હરાજી શુક્રવારથી શરૂ થઈ છે અને ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે.

14 હજાર ચણાની ગુણીઓની આવક થઈ

આ પણ વાંચોઃ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ શુક્રવારથી રાબેતા મુજબ શરૂ થશે

પ્રથમ દિવસે ખેડૂતોને મળ્યો મહત્તમ ભાવ

માર્ચ એન્ડિંગના કારણે જામનગરના હાપા માર્કેટયાર્ડમાં છેલ્લા 9 દિવસથી રજા હતી. 24 માર્ચથી 1 એપ્રિલ સુધી યાર્ડમાં કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું. જો કે શુક્રવારે માર્કેટયાર્ડ ફરી શરૂ કરવામાં આવ્યું છે.

આજથી હાપા માર્કેટયાર્ડ ખુલ્યું

હાલાર પથકના ખેડૂતો જણસી લઈ આવ્યા

સમગ્ર હાલાર પંથકના ખેડૂતો પોતાની જણસી લઈ જામનગરના હાપા માર્કેટ યાર્ડ ખાતે ગઇકાલે જ આવી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની અઢળક આવક, વાહનોની લાગી લાંબી લાઈનો

મગફળીના ભાવમાં પણ હાપા માર્કેટયાર્ડ ગુજરાતમાં હતું પ્રથમ નંબરે

જામનગરના હાપા માર્કેટયાર્ડમાં તમામ સિઝનના પાકોનું વેચાણ કરવામાં આવે છે. મગફળીની સિઝનમાં મગફળીનો સમગ્ર ગુજરાતમાં સૌથી ઊંચો ભાવ જામનગર હાપા માર્કેટયાર્ડમાં બોલાયો હતો. અન્ય જણસોનું પણ હાપા માર્કેટયાર્ડમાં આવક થયઈ છે. હાપા માર્કેટયાર્ડમાં શુક્રવારે ચણાનો ભાવ મણે 950 રૂપિયા ખેડૂતોને મળ્યો છે. જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ખેડૂતોને ચણાનો ભાવ ઊંચો મળી રહ્યો છે. નીચામાં નીચો ચણાનો ભાવ 850ની આજુબાજુ રહ્યો છે. મોટાભાગના ખેડૂતોની જણસોની હરાજીમાં વેચાણ થઈ ગયું છે.

Last Updated : Apr 2, 2021, 5:09 PM IST

ABOUT THE AUTHOR

...view details