ગુજરાત

gujarat

ETV Bharat / state

#WorldPhotographyDay : જામનગરમાં અનોખી રીતે ઉજવણી - કોરોના વચ્ચે વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણી

સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે ઉજવવામાં આવે છે, બુધવારે ફોટોગ્રાફી સાથે સંકળાયેલા લોકો અનેકવિધ કાર્યોકર્મો દ્વારા આ દિવસની ઉજવણી કરી રહ્યાં છે, ત્યારે જામનગર ફોટોગ્રાફર એસોસિએશન, જે છેલ્લા 46 વર્ષોથી ફોટોગ્રાફી ક્ષેત્રે કાર્યરત છે તેના દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

વર્લ્ડ ફોટોગ્રાફી ડે
વર્લ્ડ ફોટોગ્રાફી ડે

By

Published : Aug 19, 2020, 2:17 PM IST

જામનગર: કોરોનાની મહામારીને લીધે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની રંગેચંગે ઉજવણી શક્ય ન થતા જામનગરના ફોટોગ્રાફરોએ આ દિવસે કોરોનાના સંક્રમણથી બચવા ખાસ વિનામૂલ્યે 1500 માસ્કનું બેડી ગેઇટ વિસ્તારમાં વિતરણ કર્યું છે. તેમજ કોરોનાથી બચવા સોશિયલ ડિસ્ટન્સ રાખવા અપીલ કરવામાં આવી હતી.

વર્લ્ડ ફોટોગ્રાફી ડે

જામનગર ફોટોગ્રાફર્સ એસોસિએશનના આ નવતર ઉજવણીમાં પ્રમુખ પંકજભાઈ ભટ્ટ, પ્રધાન સંદીપ દોશી, પૂર્વ પ્રમુખ જગત રાવલ, જયેશ નાખવા, હારીત જોશી, પ્રવિણસિંહ વાઢેર, ચિંતન સોલંકી, દીપેન મિસ્ત્રી, વનરાજસિંહ ચૌહાણ, દીપેશ સોલંકી અને દિપક લાખાણી સહિતના સદસ્યો ઉપસ્થિત રહી શહેરીજનોને માસ્ક વિતરણ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details