ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર ટાઉન હોલ ખાતે “વર્લ્ડ નો ટોબેકો ડે”ની કરાઇ ઉજવણી - Jamnagar

જામનગર: 31 મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે નિમિત્તે જિલ્લા કક્ષાએ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ પ્રેઝન્ટેશન દ્વારા આરોગ્ય કર્મચારીઓને તમાકુના સેવનથી થતા નુકસાન અને તેનાથી સાવધાન રહેવા માટેની માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ કાર્યક્રમમાં નાટક તથા સપ્તધારાની પ્રવૃતિઓ કરવામાં આવી હતી. જેમાં કુલ 6 નાટકને સ્પર્ધાના રૂપમાં દર્શાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી સંસ્થા તરફથી પણ નાટક રજૂ કરવામાં આવ્યું હતું.

“વર્લ્ડ નો ટોબેકો ડે” ની કરાઇ ઉજવણી

By

Published : May 31, 2019, 11:25 PM IST

ઉલ્લેખનિય છે કે, તમાકુનું સિગારેટ, બીડી, ગુટખા અને હુક્કા જેવા ઘણા બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે. તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે. નિકોટીન થોડા સમય માટે ખુબ આનંદ આપે છે. પરંતુ લાંબા સમયે તે હદય, ફેફસાં, પેટ અને જ્ઞાનતંતુઓ પર વિપરીત અસર કરે છે. વિશ્વમાં દર છ સેકન્ડે ૧ વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ થાય છે. વિશ્વમાં દર મીનિટે ૧૦ વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ પામે છે. પ્રત્યેક સિગારેટ એક વ્યક્તિના ૧૧ મીનિટ જેટલા જીવનનો ઘટાડો કરે છે. આશરે ૧૮ ટકા હાયરફિલ્ડના વિદ્યાર્થીઓ સિગારેટ અને તમાકુનું સેવન કરે છે. 10માંથી નવ ફેફસાના કેન્સર માટે તમાકુ જવાબદાર હોય છે. વિશ્વભરમાં ધ્રુમપાન તથા તમાકુના કારણે થતી હેલ્થની સમસ્યાઓ અંગે લોકોને જાગૃત કરવા માટે 31મેના રોજ 'વર્લ્ડ નો ટોબેકો ડે' તરીકે ઉજવવામાં આવે છે.


આ કાર્યક્રમમાં જામનગરના મેયર હસમુખભાઈ જેઠવા, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણી, ઉપપ્રમુખ વશરામભાઈ, આરોગ્ય સમિતીના ચેરમેન રેખાબેન ગજરા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details