ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરઃ બાલાચડી દરિયા કિનારે સફાઈ અભિયાન હાથ ધરી વડાપ્રધાન મોદીને આપી ગિફ્ટ - narendra modi birthday news

જામનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નવાનગર નેચર ક્લબ અને મરીન નેશનલ પાર્ક દ્વારા બાલાચડી દરિયાકિનારે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓએ આ અભિયાનમાં ભાગ લીધો હતો. આ અભિયાન દરમિયાન 13 ટન જેટલો કચરો દરિયાકિનારાથી એકત્ર કરવામાં આવ્યો હતો. જોકે હાલમાં જ ગણેશ મહોત્સવ ઉજવામાં આવ્યો હતો, જેથી ગણપતિ વિસર્જન બાદ દરિયાકિનારે ભારે પ્રદૂષણ જોવા મળ્યું હતું.

બાલાચડી દરિયા કિનારે સફાઈ અભિયાન હાથ ધરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી ગિફ્ટ

By

Published : Sep 17, 2019, 5:36 PM IST

Updated : Sep 17, 2019, 6:31 PM IST

જામનગરમાં દર વર્ષે નવાનગર નેચર કલબ દ્વારા બાલાચડી બીચ પર સફાઇ અભિયાન હાથ ધરવામાં આવે છે. ગણપતિ મહોત્સવ દરમિયાન જામનગરવાસીઓએ પીઓપી ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કર્યું હોવાથી અહીં ભારે પ્રદુષણ જોવા મળ્યું હતું.

બાલાચડી દરિયા કિનારે સફાઈ અભિયાન હાથ ધરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી ગિફ્ટ

દરિયામાં પીઓપીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવતા હજારોની સંખ્યામાં માછલીઓના મોત નિપજી હતા, ત્યારે નવાનગર નેચર કલબ દ્વારા પર્યાવરણની જતન કરવા માટે સતત અવનવા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગરવાસીઓએ સ્વચ્છતા અભિયાનને ધ્યાને રાખી અનોખી ઉજવણી કરી હતી. આ સાથે જ સફાઇ અભિયાન હાથ ધરીને વડાપ્રધાન મોદીને જન્મદિવસની ભેટ પાઠવી હતી.

Last Updated : Sep 17, 2019, 6:31 PM IST

ABOUT THE AUTHOR

...view details