- જામનગરના વસઇ નજીક કાર અને રિક્ષા અથડાઈ
- ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
- પોલીસે ઘટનાસ્થળે પહોંચી તજવીજ હાથ ધરી
જામનગર: તાલુકાના વસઇ અને આમરા ગામ વચ્ચેના માર્ગ પર સાંજના સમયે પેસેન્જર રિક્ષા અને કાર સામસામા અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે વિદ્યાર્થી સહિત કુલ પાંચ વ્યકિતઓને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.