જામનગર: શહેરમાં રહેતા અને ગુલાબ નગર મેઈન રોડ પર આવેલા પૂજા ટ્યુશન ક્લાસીસ ચલાવનારા સુનિલ પરમાર નામનો ઈસમ રિસીપ્ટ પરથી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે ડમી રિસીપ્ટ કાઢી આપતો હોવાનું બહાર આવ્યું છે.
જામનગરમાં બોગસ રિસીપ્ટનું કૌભાંડ ઝડપાયું, 2 વર્ષથી ચાલતું હતું કૌભાંડ - બોર્ડની પરીક્ષા
બોગસ રિસીપ્ટ બનાવી ધોરણ 10 અને 12ની પરીક્ષા અપાવતા શખ્સની SOGએ કરી ધરપકડ છે. જામનગરમાં પૂજા ટ્યુશન ક્લાસીસ ચલાવતા શખ્સે બોગસ રિસીપ્ટ બનાવવાનું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.
![જામનગરમાં બોગસ રિસીપ્ટનું કૌભાંડ ઝડપાયું, 2 વર્ષથી ચાલતું હતું કૌભાંડ Bogus Receipt Scandal found Jamnagar, working since two years](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6439360-532-6439360-1584434252486.jpg)
સુનિલ પરમાર બોર્ડની પરીક્ષા માટે ડમી રિસિપ્ટ કાઢી આપતો હતો
બોગસ રિસિપ્ટનું કૌભાંડ ઝડપાયું
બોગસ રિસીપ્ટ બનાવી ડમી વિદ્યાર્થીઓ દ્વારા આ ઈસમ પરીક્ષા અપાવતો હતો. જેથી જામનગર SOGએ આ ઈસમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સાથે SOGએ 3 કોમ્પ્યુટર, બોગસ રિસીપ્ટ સહિતની સામગ્રી મળી કુલ રૂપિયા 41,680નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Last Updated : Mar 17, 2020, 2:36 PM IST