ખેડૂતોને ટાર્ગેટ કરી છેતરપીંડી આચરતું બોગસ કોલ સેન્ટર જામનગર: ખેડૂતો છેતરપિંડી આચરતા બોગસ કોલ સેન્ટરનો જામનગર સાયબર ક્રાઇમ સેલે પર્દાફાસ કર્યો છે. જામનગરના એક ખેડૂતની ફરિયાદના આધારે જામનગર સાયબર ક્રાઇમ સેલની ટુકડીએ દરોડા પાડીને 5 મહિલા સહિત 11 લોકોની ટોળકીની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
કેવી રીતે પ્રકાશમાં આવી ઘટના: જામનગર સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં એક ખેડૂતે છેતરપિંડી થતી હોવાની ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમ હરકતમાં આવી હતી અને આ દિશામાં ટેકનીકલ એનાલીસીસ સોર્શીસથી તપાસ લંબાવી હતી. તપાસ દરમ્યાન સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ જુનાગઢ શહેરમાં ચાલતા બોગસ કોલ સેન્ટર પર ચાલતા સાયબર ક્રાઇમ સેલે દરોડો પાડ્યો હતો અને મોબાઇલ, સાહિત્ય સહિતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. પોલીસે 5 મહિલા સહિત 11 લોકોની ટોળકીને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી છે.
ખેડૂતોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી: કોલ સેન્ટર દ્વારા ખેડૂતોને તાલપત્રી, દવાની એજન્સી આપવાના બહાને છેતરપીંડી કરતા હોવાનું ઘ્યાન પર આવ્યું છે. ખેડૂતોને ફોન કરી અને એ પછી એજન્સીના બહાને ટાર્ગેટ કરતા હતા. પ્રાથમિક તપાસમાં સૌરાષ્ટ્રના કેટલાક ખેડૂતોને વિશ્ર્વાસમાં લઇને નાણાં પડાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, વધુ કેટલીક વિગતો તપાસ દરમ્યાન બહાર આવશે.
હાલ તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સમગ્ર મામલામાં કેટલા લોકો છે તેમજ કેટલા ખેડૂતોને ટાર્ગેટ કર્યા તે વિગત બહાર આવશે. આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. - જ્યવીર સિંહ ઝાલા, DYSP
- Gandhinagar News : ગુજરાત સરકારનો ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય, 45 કરોડની નવી યોજના જાહેર કરી
- Cultivation of wheat : હવે ખેડૂતો ઘઉંની ખેતીમાં ઓછા ખર્ચે નફો વધુ કરી શકશે, સમગ્ર ભારત માટે ઘઉંની પાંચ નવી જાતો તૈયાર