ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે વાતાવરણમાં પલટો - Vaishakh month

જૂનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. આજે બુધવારે વહેલી સવારથી જ શહેર પર કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે શહેરીજન ચિંતિત બની રહ્યા છે. વૈશાખી માહોલ હોય તે

જૂનાગઢના વાતાવરણમાં પલટો
જૂનાગઢના વાતાવરણમાં પલટો

By

Published : Apr 14, 2021, 11:35 AM IST

Updated : Apr 14, 2021, 2:00 PM IST

  • જૂનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો
  • શહેર પર કાળા ડિબાંગ વાદળો છવાતા સૌ કોઈ ચિંતિત
  • વૈશાખી માહોલ સર્જાતા વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી

જૂનાગઢ : આજે બુધવારે વહેલી સવારથી જૂનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ શહેર પર અચાનક કાળા ડિબાંગ વાદળો છવાતા સૌ કોઈ ચિંતિત બની રહ્યા છે.

જૂનાગઢના વાતાવરણમાં પલટો

આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો, ધુમ્મસને લઇ ખેડૂતોમાં ચિંતા


ચૈત્ર મહિનામાં વૈશાખી માહોલ જેવું વાતાવરણ

ચૈત્ર મહિનામાં વૈશાખી માહોલ જેવું વાતાવરણ પ્રકારનું વાતાવરણ આજે જૂનાગઢ શહેરમાં સર્જાયેલું જોવા મળી રહ્યું છે. ચૈત્ર વર્ષનો સૌથી ગરમ મહિનો માનવામાં આવે છે. આ મહિના દરમિયાન ખૂબ જ અકળાવનારો અને તેજ ગરમી પડતી હોય છે. આવી પરિસ્થિતીમાં વૈશાખી માહોલ સર્જાતા વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે. જેને કારણે સૌ કોઈ ચિંતિત પણ બની રહ્યા છે. જે મહિનામાં ખૂબ જ ગરમી પડવી જોઈએ. તેમાં મહિનામાં વરસાદી અને વૈશાખી માહોલ જેવું વાતાવરણ તેવા દ્રશ્યો બની રહ્યા છે.

આ પણ વાંચો : વાતાવરણમાં પલટો થતા ખેડૂતો મુશ્કેલીમાં

Last Updated : Apr 14, 2021, 2:00 PM IST

ABOUT THE AUTHOR

...view details