ગુજરાત

gujarat

ETV Bharat / state

ખીજડીયા અભિયારણમાં પીવાના પાણીની અછતથી પક્ષીઓની હિજરત - Jamnagar

જામનગર: શહેર નજીક આવેલ પક્ષી અભિયારણમાં હાલ પક્ષીઓની સંખ્યા ઓછી થઈ જતા કોલાહલ શાંત થઈ ગયો. જે પક્ષીઓ સતત કલરવ કરતા હતા. તે પાણી માટે બીજા સ્થળે પલાયન થઈ ગયા છે. 350થી વધુ પ્રજાતિના પક્ષીઓ ખીજડિયા પક્ષી અભિયારણમાં રહે છે.

સ્પોટ ફોટો

By

Published : May 9, 2019, 6:56 PM IST

પોતાની આગવી અબોહવાના કારણે જામનગરનું પક્ષી અભિયારણ પક્ષીઓનું ઘર બન્યું છે. અહીં દેશ વિદેશથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. એક બાજુ જામનગર પંથકમાં નહિવત વરસાદના કારણે પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. તો બીજી બાજુ પશુ પક્ષીઓ પણ પાણીની તલાશમાં ભટકી રહ્યા છે.

ખીજડીયા અભિયારણમાં પીવાના પાણીની અછતથી પક્ષીઓની હિજરત
ખીજડીયા પક્ષી અભ્યારણ ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના અર્થ શુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતના દક્ષિણ આવેલો વેટલેન્ડ વિસ્તાર છે.

અહીં મીઠાપાણીના તેમજ ખારાપાણીના બે પ્રકારના વેટલેન્ડ વિસ્તારો એકબીજાની અરસપરસ આવેલા છે. વેટલેન્ડ વિસ્તારોના સંકુલ યાયાવર પક્ષીઓના ઈન્ડોએશિયન માર્ગમાં આવે છે જેને કારણે અહીં ઈરાન અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તેમજ તેના આસપાસના પ્રદેશોમાંથી પક્ષીઓ આવે છે.
આ નાનકડા વિસ્તારમાં અનેકવિધ પક્ષીઓ માટે આશ્રયસ્થાન પૂરું પાડે છે. અભ્યારણમાં મીઠા પાણીના સરોવરો કચ્છના અખાતના દક્ષિણ તરફની સમાંતરે નિર્માણ કરાયેલા માટીના કુત્રિમ શાળાઓને કારણે અસ્તિત્વમાં આવ્યા છે.

અભ્યારણના ભાગ-૧માં કાળી માટીની જમીન છે અને માર્ચ મહિના સુધીમાં પાણી સુકાઈ જાય છે. એટલે ઘાંસની ઘણી પ્રજાતિઓ ઊગી નીકળે છે. જે આ વિસ્તારને રળિયામણી મેદાનની જેવી જ પ્રણાલીમાં રૂપાંતરિત કરી દે છે. આ પ્રદેશ અભ્યારણમાં અસંખ્ય કીટકો ઉપર સરીસૃપો તેમજ નાના સસ્તન પ્રાણીઓ આહાર અને આશરે પૂરો પાડે છે. સસલા, નીલ ગાય જેવા શિકારી પ્રાણીઓ પણ અહીં જોવા મળે છે.

પરદેશી ડુમમસ, પાન પટ્ટાઇ, મોટો કાળો, ચોટલીયો, સાપમાર આ જેવા શિકારી પક્ષીઓ અહીં જૈવિક પ્રણાલીઓની આહાર શૃંખલામાં ટોચનું સ્થાન ભોગવે છે. આમ સુકા ઘાંસિયા મેદાનની ભૂમિ એક લાક્ષણિક મેદાનની જૈવિક પ્રણાલીઓની પેચીદા નિરીક્ષણ તેમણે અભ્યાસ કરવાની સુંદર તક પૂરી પાડે છે. તો ખીજડીયા પક્ષી અભ્યારણમાં આ વર્ષે 17 હજાર જેટલા પ્રવાસીઓએ ભાગ લીધો છે. જેમાં 50થી વધુ વિદેશી પ્રવાસીઓ પણ પક્ષી નિરીક્ષણ કરવા આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details