જામનગરમાં વરસાદી સીઝન અને વાવાઝોડાની શક્યતાને લઈને રેસ્ક્યુને લગતા સાધનોની ચકાસણી જામનગર : મહાનગરપાલિકાની ફાયર અને ઇમરજન્સી સર્વિસ દ્વારા વરસાદી સીઝનની પૂર્વ તૈયારી ચાલુ કરી દીધી છે. તેમજ હાલના વાવાઝોડાની શક્યતાને ધ્યાને રાખી રેસ્ક્યુને લગતા સાધનો વગેરેનું મેન્ટેનન્સ અને ચકાસણી કરવામાં આવી હતી. જેમાં રેસ્ક્યુ વાહન, બોટ, એમ્બ્યુલન્સ, કેમેરા સર્ચ રેસ્ક્યુ, લાઈટ ટાવર, હાઇડ્રોલિક ટુલ્સ, એર લિફટીંગ બેગ, બોલ્ટ કટર સહિતના સાધનોની ચકાસણી કરવામાં આવી છે. તેમજ હાલમાં સંભવિત વાવાઝોડા પૂર્વેની તૈયારી, વાવાઝોડા દરમિયાન આ તકેદારી, વાવાઝોડા બાદ કાર્યવાહી લઈને પણ અગત્યની સુચનાઓ સામે આવી છે.
જામનગર ફાયર ટીમ સજ્જ છે અને ફાયર ટીમ દ્વારા તમામ સાધનોનું આજે નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આમ તો ફાયર ટીમ દ્વારા સતત સતર્કતા રાખવામાં આવતી હોય છે. મનપા ફાયર ટીમ પાસે રેસ્ક્યુ વાહન, બોટ, એમ્બ્યુલન્સ, પેટ્રોલ વુડન કટર, ઇલેક્ટ્રીક વુડન કટર, એર બેગ, બોટ એન્જિન, પરાઈ, રસા, લાઈફ જેકેટ, રીગ બોયા, કેમેરા સર્ચ રેસ્ક્યુ, લાઈટ ટાવર, હાઇડ્રોલિક ટુલ્સ, એર લિફટીંગ બેગ, બોલ્ટ કટર સાધનો છે અને સંકટ સમયમાં તમામ સાધનોનો ઉપયોગ કરી શકાય છે. - જસ્મિન ભેંસદડીયા (સ્ટેશન ઓફિસર)
લોકોએ કેટલીક તૈયારીઓ કરવી : બિપરજોય વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લેતા લોકોનાં જાનમાલની સલામતી અને સુરક્ષા માટે વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારી અને જાગૃતિ રાખવાથી સુરક્ષિત રહી શકાય છે. તેમજ નુકસાન થતું અટકાવી શકાય તે માટે લોકોએ કેટલીક તૈયારીઓ કરવી અનિવાર્ય છે.
વાવાઝોડા પૂર્વેની તૈયારી : અગત્યના ટેલિફોન નંબર હાથવગા રાખો, સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળવા રહો, રેડીયો સેટને ચાલુ હાલતમાં રાખો, રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો, સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો. ઢોર-ઢાંખરને સલામત સ્થળે રાખો. આશ્રય લઈ શકાય તેવા ઊંચા સ્થળ ધ્યાનમાં રાખો. સૂકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો. માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી. અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું.
વાવાઝોડા દરમિયાન આ તકેદારી રાખો : બહાર નીકળવાનું સાહસ કરવું નહીં, રેલ પ્રવાસ કે દરિયાઈ પ્રવાસ હિતાવહ નથી. વીજ પ્રવાહ તેમજ ગેસ કનેક્શન બંધ કરી દેવા. દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઇન નજીક ઊભા રહેશો નહીં. વીજળીના થાંભલાથી દૂર રહેવું. ખોટી અથવા અધૂરી જાણકારી વાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો. પાણીના સ્ત્રોતથી દૂર રહેવું, જર્જરીત કે વૃક્ષ કે નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી.
વાવાઝોડા બાદ કાર્યવાહી કરો :અસરગ્રસ્તોને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવી. અસરગ્રસ્તોની મદદ કરવી, બચાવ કરવો, સલામત સ્થળે લઈ જવા. જરૂર પડે તબીબી સારવાર તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા કરવી. ભારત સરકારનાં હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓ અને અનુસરવું તેમજ સતત સંપર્કમાં રહેવું. બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ મ્યુનિસિપાલિટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી.
- Cyclone Biparjoy: તકેદારી માટે તિથલ બીચ 14 તારીખ સુધી બંધ, NDRFની ટીમ આવી
- Cyclone Biparjoy : વાવાઝોડાને લઈને સુરત જિલ્લા વહીવટી તંત્ર સ્ટેન્ડ ટુ, 27 ગામડાઓને એલર્ટ કરાયા
- Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાની ભાવનગરમાં અસર, દરિયામાં 1થી દોઢ મીટર મોજા ઉછળી શકે છે