ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની બિનહરીફ વરણી, બીજી વખત બીપેન્દ્રસિંહ બન્યા પ્રમુખ - Former President of Jamnagar Bhupendrasinh

જામનગરમાં ગઈકાલે શુક્રવારના રોજ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ ભુપેન્દ્રસિંહ ફરી વખત પ્રમુખ બન્યા છે અને બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે.

જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની બિનહરીફ વરણી
જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની બિનહરીફ વરણી

By

Published : Mar 27, 2021, 3:55 PM IST

  • ચેમ્બર ઓફ કોમર્સ સામે અનેક પડકારો
  • જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની બિનહરીફ વરણી
  • બીજી વખત બીપેન્દ્રસિંહ બન્યા પ્રમુખ

જામનગરઃ ચેમ્બર ઓફ કોમર્સ સામે અનેક પડકારો રહેલા છે ખાસ કરીને કોરોનાની મહામારીમાં જે પ્રકારે ઉદ્યોગ-ધંધા મંદ પડી રહ્યા છે. તો જામનગરનો બ્રાસ ઉદ્યોગ વિશ્વના ખૂણે ખૂણે ૫હોંચેલો છે અને ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ચાઈનાની સરખામણીએ જામનગરના વેપારીઓ બ્રાસપાર્ટ ઉદ્યોગને વધુ વિસ્તરે તે માટે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારે યોગ્ય સબસીડી આપવી જોઈએ અને વેપારીઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપ કરે તે માટે યોગ્ય પ્રોત્સાહન પણ આપવું જોઇએ તેવી પ્રમુખ ભૂપેન્દ્ર સિંહ જાડેજાએ માંગણી કરી છે.

GST, બેન્ક લૉન અને સબસિડીની રજૂઆત કરાશે

ખાસ કરીને GSTનો કાયદો કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે. જો કે આ કાયદો સારો છે પણ કાયદામાં અનેક ગૂંચવણ રહેલી છે. જેના કારણે વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાતા હોય છે, ત્યારે જમક જમક કોમર્સના પ્રમુખએ આગામી દિવસોમાં રાજ્ય સરકાર સમક્ષ GST સોફ્ટવેરને લઈને પણ રજૂઆત કરશે તેવી વાત કરી છે.

જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની બિનહરીફ વરણી

નાના ઉદ્યોગકારોને ધ્યાનમાં રાખી લેવાશે નિર્ણય

જામનગરના નાના ઉદ્યોગકારોને છેલ્લા એક વર્ષથી બેન્ક દ્વારા લોન આપવામાં આવતી નથી, ત્યારે આગામી દિવસોમાં રિઝર્વ બેન્કમાં ઉદ્યોગકારોને લોન મળી રહે તે માટે પણ રજૂઆત કરવામાં આવશે.

ચાઈના સાથે જામનગર બ્રાસપાર્ટની છે સ્પર્ધા

આમ જામનગર બ્રાસપાર્ટ ઉદ્યોગ કોરોનાની મહામારીમાં પણ મદ ગતિએ ચાલી રહ્યું છે. તેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રોત્સાહન આપે તો બ્રાસ ઉદ્યોગ ફરીથી પાટા પર ચડે તેવી રજૂઆત કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details