- કોંગ્રેસના બળવાખોર ઉમેદવારે BSPમાં જોડાયા
- ભાજપના ટેકાથી BSPએ નવી બોડી બનાવી
- BSPના માત્ર બે જ ઉમેદવાર ચૂંટાયા હતા
આ પણ વાંચોઃજામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરાઈ
જામનગરઃ ગુજરાત રાજ્યમાં તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા પંચાયતની 18 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને 9, BSPને 2 અને ભાજપને 7 બેઠક મળી હતી. બુધવારે કોંગ્રેસના અસંતુષ્ટ ઉમેદવાર ભાવનાબેન સાકરિયા બહુજન સમાજ પાર્ટીમાં ભળી ગયા હતાં અને ભાજપના ટેકાથી તાલુકા પંચાયતના પ્રમુખ બની ગયા હતાં.