તો આ સાથે જ પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે બનાવામાં આવ્યો છે.ઉમેદવાર તેમના ચૂંટણી એજન્ટ કે મતગણતરી એજન્ટ કે જેમને વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે ખાસ પ્રવેશ પાસ ઈસ્યુ કરવામાં આવ્યા છે તે સિવાયના અન્ય વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ મેળવા શકશે નહીં.
મતગણતરી દરમિયાન મોબાઈલ ફોન પર પ્રતિબંધ - Exit poll
જામનગર: લોકસભા સામાન્ય ચૂંટણી 2019 અને વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે આવતીકાલે જામનગર સંસદીય મતવિસ્તારની મતગણતરીનું કાર્ય શરૂ કરવામાં આવશે. તો આ સાથે જ 77 જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીની મતગણતરીનું પણ કાર્ય શરૂ કરવામાં આવશે. મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઇ શકે તે હેતુથી કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલા ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશપાસ વિના મતગણરી કેન્દ્રમાં દાખલ થઈ શકશે નહીં. તેમજ મોબાઈલ ફોન સહિત કોઈ પણ પ્રકારનુ ઉપકરણ સાથે લઈ જઈ શકશે નહી.
![મતગણતરી દરમિયાન મોબાઈલ ફોન પર પ્રતિબંધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3349812-thumbnail-3x2-jam.jpeg)
કોઈપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યક્તિ મતગણતરી કેન્દ્રના હોલમાં મોબઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઈ પણ પ્રકારના ઉપકરણો લઈ જવાશે નહી તો તેઓ તેનો ઉપયોગ કરી શકશે નહી. સમાચાર સંસ્થાઓના વ્યવસાય સાથે સંકળાયેલા પત્રકારો કે જેઓ રાજ્ય સરકાર તરફથી ઇસ્યુ થયેલ એક્રેડીશન કાર્ડ ધરાવે છે અને તેમને લોકસભાની સામાન્ય ચૂંટણી-2019 તથા 77 જામનગર વિધાનસભા પેટા ચૂંટણી-2019ના કવરેજ માટે ભારતના ચૂંટણી પંચ,મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય દ્વારા પ્રવેશ પાસ આપવામાં આવ્યો છે, તેવા પત્રકારો મતગણતરી દરમિયાન મિડીયા સેન્ટર, કોમ્યુનિકેશન સેન્ટર સુધી મોબાઈલ સાથે પ્રવેશ નહીં મેળવી શકે.