જામનગરમાં એરફોર્સ દ્વારા રવિવારનો રોજ લાખોટા તળાવની પાળે એરફોર્સ અને કારગીલ દિવસની ઉજવણીના ભાગરૂપે બેન્ડ કન્સર્ટનું આયોજન કરાયું હતું. જેમાં એરફોર્સના જવાનોએ સુરાવલીઓ રેલાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં.
જામનગરમાં એરફોર્સ દ્વારા બેન્ડ કોન્સર્ટ યોજાયું, શસ્ત્રો સાથે લડતાં જવાનોએ સંગીત સુરાવલી લહેરાવી - Gujarati news
જામનગર: શહેરમાં આવેલાં લાખોટા તળાવ ખાતે સંગીતમય સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એરફોર્સના જવાનોએ કારગીલ વિજય દિવસની ઉજવણી પણ કરી હતી. આ સંગીત સંધ્યામાં દેશભક્તિના ગીતોથી ઉજવણીમાં દેશપ્રેમનો રંગ ઉમેરાયો હતો.
જામનગરમાં એરફોર્સ દ્વારા બેન્ડ કોન્સર્ટ યોજાયું, શસ્ત્રો સાથે લડતાં જવાનોએ સંગીત સુરાવલી લહેરાવી
જવાનોએ પરિવાર સાથે સંગીત સંધ્યા માણી ત્યારે દેશભક્તિના ગીતોથી સૌ ભાવુક થયા હતા. કારગીલમાં શહિદ થયેલાં જવાનોના માનમાં મૌન રાખી શ્રદ્ધાજંલી આપી હતી. આમ, કારગીલ વિજય દિવસની ઉજવણીની સાથે માર્શલ ઓફ ઇન્ડિયન એરફોર્સ અર્જુનસિંઘના જન્મદિની પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જવાનો તેમના પરિવાર સાથે હાજર રહી સંગીત સંધ્યાનો લ્હાવો લીધો હતો.