ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર: આયુર્વેદિક યુનિવર્સિટીના વિદ્યાર્થીના આપઘાતનો મામલો, ABVPએ રજિસ્ટ્રારને આપ્યું આવેદનપત્ર - Jamnagar ABVP

જામનગરમાં શુક્રવારે આયુર્વેદિક યુનિવર્સિટીમાં તબીબનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ બિલ્ડિંગની છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે શનિવારે એબીવીપી દ્વારા યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

etv bharat
આયુર્વેદિક યુનિવર્સિટીના વિદ્યાર્થીના આપઘાતનો મામલો

By

Published : Sep 19, 2020, 4:37 PM IST

જામનગર: શુક્રવારે આયુર્વેદિક યુનિવર્સિટીમાં તબીબનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ બિલ્ડિંગની છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે શનિવારે એબીવીપી દ્વારા યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આયુર્વેદિક યુનિવર્સિટીના વિદ્યાર્થીના આપઘાતનો મામલો
આયુર્વેદિક યુનિવર્સિટીના રજિસ્ટ્રારે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીએ પરીક્ષાના દબાણમાં આવીને આ પગલું ભર્યું નથી. જોકે ઘટના અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. જેમ કે આયુર્વેદિક યુનિવર્સીટીમાં સિક્યુરિટી ગાર્ડ ન હોવાના કારણે વિદ્યાર્થી યુનિવર્સીટી બિલ્ડીંગની છત પર ચડ્યો હતો.
આયુર્વેદિક યુનિવર્સિટીના વિદ્યાર્થીના આપઘાતનો મામલો
આયુર્વેદિક યુનિવર્સીટીમાં વિદ્યાર્થી સંગઠન ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ પોતાની વાત અન્ય લોકોને જણાવી ન હતી અને દબાણમાં આવીને આત્મહત્યા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details