આયુર્વેદિક યુનિવર્સિટીની પરીક્ષા આખરે મોકૂફ, NSUIની રજૂઆત રંગ લાવી - jamnagar latest news
જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં અને બીજી ડોક્ટરની પરીક્ષા આગામી 7 જુલાઈના રોજ યોજાવવાની હતી. જે હાલ મોકૂફ રાખવામાં આવી છે. થોડા સમયમાં આયુર્વેદિક યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પરિપત્ર જાહેર કરી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આયુર્વેદિક યુનિવર્સિટીની પરીક્ષા આખરે રખાઇ મોકૂફ, NSUIની રજૂઆત રંગ લાવી
જામનગરઃ હાલ કોરોનાનો કાળ ચાલી રહ્યો છે, ત્યારે જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં અને બીજી ડોક્ટરની પરીક્ષા આગામી 7 જુલાઈના રોજ યોજાવવાની હતી. જો કે, આયુર્વેદિક યુનિવર્સિટીના કુલપતિને અવાર નવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરાઇ હતી. છતાં પણ કોઈ નિર્ણય લેવાયો ન હતો, તેના કારણે ગુરુવારે NSUIના કાર્યકર્તાઓ કુલપતિની ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા હતા.