ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર માટે ગૌરવપૂર્ણ ઘટના: આયુર્વેદ યુનિવર્સિટીને મળ્યો રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો - jamnagar institute of ayurveda farmacy

જામનગરની આયુર્વેદ સંસ્થાઓને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપતો ખરડો સંસદના બન્ને સદનમાં પસાર થયા બાદ જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જે જામનગરવાસીઓ માટે ખૂબ જ સન્માનજનક બાબત છે.

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મળ્યો
જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મળ્યો

By

Published : Sep 19, 2020, 4:29 PM IST

જામનગર: દેશભરમાં આયુર્વેદ ફાર્મસી ક્ષેત્રે મેડિસિન પ્લાન તેમજ રિસર્ચ જનરલ બાબતે પ્રથમ એવી જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે જે જામનગરવાસીઓ માટે ખૂબ જ સન્માનજનક બાબત છે.

જામનગરની ઇન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ, ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય અને ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદ ફાર્મસી આ ત્રણેય સંસ્થાઓને રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયુ છે.

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મળ્યો

આ ઉપરાંત WHO સાથે કોલ ઓપરેશન સેન્ટર સ્થાપવામાં પણ જામનગર આયુર્વેદ યુનિવર્સિટી એકમાત્ર સંસ્થા છે ત્યારે ડિરેક્ટર અનુપ ઠાકરે જણાવ્યું હતું કે આ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. આ સન્માન વડે આયુર્વેદ યુનિવર્સિટી અનેક સિદ્ધિઓ હાંસલ કરી શકશે.

ABOUT THE AUTHOR

...view details