જામનગરમાં નિવૃત વહીવટી અધિકારી પર છરી વડે 4 શખ્સોએ કર્યો હુમલો - hospital
જામનગર: જિલ્લામાં નિવૃત વહીવટી અધિકારી પર ચાર જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. આ અધિકારીને વઘુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.
જામનગરમાં નિવૃત વહીવટી અધિકારી પર છરી વડે 4 શખ્સોએ કર્યો હૂમલો
નિવૃત વહીવટી અધિકારી પર ચાર શખ્સોએ અંગત અદાવતને લઇને હુમલો કર્યો હતો. જેને લઇને અધિકારીને સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. દેવજીભાઈ જીવાભાઈ ધુલિયા વહેલી સવારે કૂતરાઓને બિસ્કીટ નાખવા માટે નદીના પટમાં ગયા હતા. ત્યારે રિક્ષામાં આવેલા ચાર જેટલા શખ્સોએ તેના પર હુમલો કરતાં વહીવટી અધિકારી ગંભીર રીતે ઘવાયા હતા. તપાસ મુજબ અગાઉના ચાલતા જૂના કેસનો ખાર રાખી હુમલો કર્યો હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે.