જામનગર: કમિશનર ઓફીસના ગેટ પર આવેદનપત્ર ચોંટાડી કોંગ્રેસીઓએ ધરણા કર્યા - Congress staged a protest in Jamnagar Municipal Corporation
જામનગર મહાનગર પાલિકામાં અત્યારે કર્મચારીઓની ઘટ હોવાના કારણે અમુક કર્મચારીઓને વધુ પડતા ચાર્જ સોંપવામાં આવી રહ્યા છે. જે કર્મચારીઓ પાસે યોગ્ય ડિગ્રી નથી તેમને પણ આસિસ્ટન્ટ કમિશનર તરીકે ચાર્જ સોંપવામાં આવી રહ્યો છે. જેથી કોંગ્રેસ કોર્પોરેટરની આગેવાનીમાં કમિશનર ઓફિસ બહાર ધરણા યોજવામાં આવ્યા હતા અને કમિશનર ઓફિસના ગેટ પર આવેદનપત્ર ચોંટાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કમિશનર ઓફીસના ગેટ પર આવેદનપત્ર ચોંટાડી કોંગ્રેસીઓએ ધરણા કર્યા
જામનગર: મહાનગર પાલિકામાં અત્યારે કર્મચારીઓની ઘટ હોવાના કારણે અમુક કર્મચારીઓને વધુ પડતા ચાર્જ સોંપવામાં આવતાં કોંગ્રેસ દ્વારા જનરલ વોર્ડમાં વિરોધ કરવામાં આવ્યો હતો. જે કર્મચારીઓ પાસે યોગ્ય ડિગ્રી નથી તેમને પણ આસિસ્ટન્ટ કમિશનર તરીકેના ચાર્જ સોંપવામાં આવતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. શનિવારે કોંગ્રેસના કોર્પોરેટર અસલમ ખીલજીએ કમિશનર ઓફિસ બહાર ધરણા કર્યા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.