ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના શંકર ટેકરીમાં તરૂણીએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા - ધ્રોલ

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતી એક તરૂણીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. તરૂણીના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. 108 એમ્બુલન્સની ટીમ સ્થળ પર દોડી આવી હતી.

જામનગરના શંકર ટેકરીમાં તરૂણીએ ગળે ફાંસો ખાધો
જામનગરના શંકર ટેકરીમાં તરૂણીએ ગળે ફાંસો ખાધો

By

Published : Dec 11, 2020, 2:26 PM IST

  • જામનગરના શંકર ટેકરીમાં રહેતી તરૂણીનો આપઘાત
  • અગમ્ય કારણોસર તરૂણીએ ગળેફાંસો ખાધો
  • બનાવની જાણ થતા 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી

જામનગરઃ શંકર ટેકરી વિસ્તારમાં પાણીના ટાંકી પાસે રહેતા દિપક ચાવડા નામના વ્યક્તિની પુત્રી માધવી (ઉં.વ.15)એ આપઘાત કરી લીધો છે. તરૂણીએ સવારે પોતાના જ ઘરે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવની જાણ થતા 108 એમ્બુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

108ની ટીમે તરૂણીનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ નીચે ઊતાર્યો હતો. ત્યારબાદ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details