આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના અધિકારી કમાન્ડર સંદિપ જયશ્વાલએ આજીવન દાતા કાંતાબેન હરીલાલ શામાજી ફલીયા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી આપવામાં આવે રૂ. 33 હજારની અનુદાન રાશી ચેક દ્વારા અધિક નિવાસી કલેકટરની હાજરીમાં સ્વિકારેલ હતો અને અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્વ સરવૈયાએ તેમની આ રાષ્ટ્રભાવનાને બિરદાવી તેમનો આભાર માન્યો હતો. જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારી કમાન્ડર સંદિપ જયશ્વાલએ હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજાએ પણ તેમનું યોગદાન આપી દેશના વીર જવાનો પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
જામનગરમાં ઉજવાયો સશસ્ત્ર સેના ધ્વજદિન - જામનગરમાં ઉજવાયો સશસ્ત્ર સેના ધ્વજદિન
જામનગરઃ ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’ની ઉજવણી તા.૭ ડિસેમ્બરના રોજ દેશભરમાં કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે આજરોજ અધિક નિવાસી કલેકટર રાજેન્દ્વ સરવૈયાએ સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીની શરૂઆત કરાવી હતી અને રૂ.એક હજારનું રોકડમાં અનુદાન આપેલ હતું. આ પ્રસંગે જાહેર જનતાને દેશની સુરક્ષિતતા, અખંડિતતા અને માભોમની રક્ષા કાજે પોતાના પ્રાણન્યોછાવર કરનાર વિરલાઓનું ઋણ ચુકવવા અને આ દિનથી શરૂ થનાર સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે અધિકારીઓ/કર્મચારીઓ, શાળા, કોલેજોના પ્રિન્સીપાલો, દાતાઓ, માજી સૈનિકો તથા અન્ય મહાનુભાવોને ઉદાર હાથે પોતાનો ફાળો આપવા અધિક નિવાસી કલેકટર રાજેન્દ્વ સરવૈયાએ અપીલ કરી હતી.
![જામનગરમાં ઉજવાયો સશસ્ત્ર સેના ધ્વજદિન જામનગરઃ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5304286-thumbnail-3x2-jj.jpg)
સશસ્ત્ર સેના ધ્વજદિનની શરૂઆત 7 ડિસેમ્બર 1949ના કેન્દ્રીયપ્રધાનની રક્ષા સમિતી દ્વારા યુધ્ધમાં શહિદ થયેલા જવાનોના પરીવારના કલ્યાણાર્થે કરવામાં આવી અને ત્યારથી દર વર્ષે આ દિવસની ઉજવણી કરવા અપીલ કરી વધુમાં વધુ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ પેટે મળેલ ફાળાનો ઉપયોગ પૂર્વ સૈનિકો / દિવંગત સૈનિકોના ધર્મપત્નિઓ તથા શહિદ સૈનિકોના પરિવારજનો વિવિધ યોજના હેઠળ કેવી રીતે સહાય આપવામાં આવેલ છે તેની વિગતવાર માહિતી પણ આપેલ હતી.
આ ઉપરાંત આશાદીપ વિકલાંગ કલ્યાણાકારી ટ્રસ્ટ્રના પ્રમુખ સતાર દરજાદા તથા તેમની ટીમ દ્વારા દિવસભર શહેરના માર્ગો પર ફરી એકત્રીત કરેલ રૂ/-21 હજારનો ફાળો શસ્ત્રત્ર સેના ધ્વજ દિન નિમિતે અર્પણ કરેલ હતો. તેની સરાહના અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્વ સરવૈયાએ કરી હતી. આ પ્રસંગની દરેક ક્ષેત્રે સુચારૂ ઉજવણી થાય અને સરકારએ ફાળવેલ ભંડોળનુ લક્ષ્યાંક પૂર્ણ થાય તે માટે રાત-દિવસ લોકસંપર્ક કરી માહિતીનું વિતરણ કરનાર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નરેન્દ્રસિંહ જાડેજા, પ્રદિપકુમાર વાયડા, રેખાબેન દુદિકીયા, રમેશભાઇ ડાંગર પણ હાજર રહ્યા હતા અને તેઓની કામગીરીને અધિક નિવાસી કલેકટર રાજેન્દ્વ સરવૈયાએ બીરદાવી હતી.