ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં અંદાજે 42 લાખના કાર્યોના કરાયા ખાતમુહુર્ત - gujarati news

જામનગરઃ શહેરના વોર્ડનં. 4માં અંદાજીત 42 લાખના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહુર્ત રાજય પ્રધાન ધર્મેન્દ્વસિંહ જાડેજાના હસ્તે કરાયું હતુ. કાર્યક્રમમાં પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

જામનગરમાં અંદાજીત રૂ. 42 લાખના કાર્યોના કરાયા ખાતમુહુર્ત

By

Published : Jun 5, 2019, 7:49 AM IST

જામનગર શહેરના વોર્ડનં.4 નવાગામ ઘેડ બાપુનગર શેરીનં.3માં અને આંતરીક શેરીઓમાં અંદાજીત 4.85 લાખના ખર્ચે સી.સી. બ્લોક, આવડ માતાજીના મંદીર પાસેનો રોડ અંદાજીત 8.26 લાખના ખર્ચે સી.સી.બ્લોક તથા સરસ્વતી સોસાયટી નાગેશ્વરી માતાના મંદીરવાળી શેરીમાં અંદાજીત 3.31 લાખના ખર્ચે સી.સી.રોડ, સરસ્વતી સોસાયટી મેઈન રોડ પર સી.સી. રોડ અંદાજીત 3.68 લાખ, સરસ્વતી સોસાયટી અન્ય રોડ અંદાજીત 3.74 લાખના ખર્ચે સી.સી.રોડ, ખડખડનગર તાલુકાશાળા આસપાસની શેરીમાં અંદાજીત રૂ. 8.05 લાખના ખર્ચે સી.સી. રોડ માટે ખાતમૂર્હ્ત કરવામાં આવ્યું હતુ.

ઉપરાંત ખડખડનગર મેઇન રોડ તાલુકાશાળા સુધી અંદાજીત 5.39 લાખના ખર્ચે સી.સી.રોડ, ખડખડનગરમાં અંદાજીત 4.93 લાખના ખર્ચે સી.સી.રોડના મળી કુલ અંદાજીત 42લાખના ખાતમુહુર્ત અન્ન નાગરીક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા, કુટીર ઉદ્યોગ રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે સંપન્ન કરવામાં આવ્યા..

આ તકે તેમની સાથે શહેરના વોર્ડ નં.4ના કોર્પોરેટરો કેશુભાઇ માડમ, રચનાબેન નંદાણીયા, આનંદભાઇ ગોહિલ, દંડક જડીબેન સરવૈયા તથા વિસ્તારના અગ્રણીઓ અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details