- જામનગર જગત મંદિર હોળી પર ખૂલ્લુ રાખવા કલેક્ટરને આવેદન
- મંદિર ખૂલ્લુ રાખી શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ માટે કરાઇ રજૂઆત
- જામનગર માલધારી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર
જામનગરઃ હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યુ છે, છતાં હોળી પર જગત મંદિર ખૂલ્લુ રાખી શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ મળે તે માટે માલધારી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જામનગર શહેરમાં માલધારી સેનાના ઉપપ્રમુખએ જણાવ્યું હતું કે, એવું જ નથી કે માલધારી સમાજ જ માનતા રાખે છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના વાળ દાઢી વધારવાની માનતા એમના સંકલ્પ મુજબ લીધેલી છે અને આ ભારતીય સંસ્કૃતિ મુજબનું સન્માનનિય કાર્ય કર્યું છે.